IND vs PAK: અમદાવાદમાં સગીરે મિત્ર સાથે મળી 500 ટિકિટ વેચી નાખી, 20 લાખ કમાઈ ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs PAK World Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની મેચ રમાઈ રહી છે. મેચ જોવા માટે ક્રિકેટ રસીકો શેડ્યૂલની જાહેરાત થઈ ત્યારથી જ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. જોકે ઘણા લોકોને વર્લ્ડકપની મેચની ટિકિટની સોશિયલ મીડિયાથી ટિકિટની કાળા બજારી થઈ રહી છે, તો કેટલાક લોકો તો નકલી ટિકિટ ખરીદીને વેચી રહ્યા છે. આ વચ્ચે અમદાવાદમાં સગીરે પોતાના મિત્ર સાથે મળીને 500 નકલી ટિકિટ વેચી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ઘરમાંથી 4 લાખ ચોરી કરીને ટિકિટ ખરીદી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ખાનપુર તરફ રિવરફ્રન્ટને જોડતા રોડ પરથી 19 વર્ષના પ્રદીપ ઠાકોર નામના યુવક અને 16 વર્ષના સગીરને ભારત-પાકિસ્તાન મેચની 23 નકલી ટિકિટ સાથે પકડી લીધા હતા. પૂછપરછમાં તેમણે વિકી ચૌહાણ નામના યુવકને ટિકિટની વ્યવસ્થા કરી આપવાનું કહ્યું હતું. આ માટે પ્રદીપે ઘરમાંથી 4 લાખ રૂપિયાની ચોરી કરી હતી. અને 600 નકલી ટિકિટ ખરીદી હતી.

નકલી ટિકિટ વેચીને 20 લાખ કમાણી કરી

બંનેએ રૂ.1000ના ભાવે આ નકલી ટિકિટ ખરીદી હતી અને તેને વેચવા માટે વોટ્સએપમાં ગ્રુપ પણ બનાવ્યું હતું. જેમાંથી તેમણે ગુજરાત સિવાય મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના ક્રિકેટ પ્રેમીઓને પણ નકલી ટિકિટો વેચી હતી. રૂ.1000ની આ નકલી ટિકિટ તેઓ 18,000થી લઈને 20,000 સુધીમાં વેચતા હતા. આમ ટિકિટ વેચીને રૂ.20 લાખની કમાણી તેમણે કરી લીધી હોવાનું પણ સામે આવ્યું હતું. આ પૈસામાંથી આરોપીએ મોંઘુદાટ બાઈક પણ ખરીદ્યું હતું.

ADVERTISEMENT

સ્ટેડિયમમાં ટિકિટનું 3 વખત ચેકિંગ થશે

નોંધનીય છે કે, અમદાવાદમાં સ્ટેડિયમ પર પહોંચનારા પ્રેક્ષકોની ટિકિટનું ત્રણ વખત ચેકિંગ કરવામાં આવશે. જેમાં પ્રથમ સ્ટેડિયમમાં પ્રવેશ પહેલા, આ બાદ મેઈન ગેટ પર ટિકિટનું ચેકિંગ કરવામાં આવશે. સાથે જ સીડીઓ ચઢતા સમયે પણ ટિકિટ ફાડીને પોલીસ તે સાચી છે કે ખોટી તેને ચેક કરશે.

    follow whatsapp

    ADVERTISEMENT