ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચઃ પોલીસનો ફૂલપ્રૂફ એક્શન પ્લાન, સ્ટેડિયમમાં 4 હજાર તો શહેરમાં 5 હજાર પોલીસકર્મીઓ રહેશે તૈનાત
Ahmedabad News: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમવા જઈ રહી છે. ત્યારે અમદાવાદમાં ક્રિકેટનો જબરદસ્ત માહોલ…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમવા જઈ રહી છે. ત્યારે અમદાવાદમાં ક્રિકેટનો જબરદસ્ત માહોલ જામ્યો છે. ક્રિકેટપ્રેમીઓમાં વર્લ્ડ કપની મેચને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ હાઈપ્રોફાઇલ મેચ જોવા માટે એક લાખથી વધુ પ્રેક્ષકો સ્ટેડિયમમાં પહોંચવાના છે. તો અનેક મોટી-મોટી હસ્તીઓ પણ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવવાની છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ પણ એલર્ટ છે. આ મેચને ધ્યાનમાં રાખીને પોલીસે ફૂલપ્રૂફ એક્શન પ્લાન બનાવ્યો છે. આવતીકાલે શહેરમાં 5 હજાર અને સ્ટેડિયમમાં 4 હજાર જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહશે.
IGથી લઈને DCP સુધીના અધિકારીઓ તૈનાત
વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 IG, 20 ACP, 145 PSI, 45 PI અને 13 DCP સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. સ્ટેડિયમમાં કુલ 4 હજાર જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સ્ટેડિયમ ખાતે પોલીસનો વિશેષ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે. સાથે જ ડ્રોન સહિત એન્ટ્રી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવી રહી છે.
ટ્રાફિક પોલીસ પણ એલર્ટ
આ ઉપરાંત VVIP બ્લોકમાં મહેમાનો આસપાસ કોઈ ફરકી ન શકે તેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વર્લ્ડ કપની મેચ જોવા માટે અનેક મોટી-મોટી હસ્તીઓ આવવાની હોવાથી તેમને અડચણ વગર સ્ટેડિયમ ઉપર પહોંચતા કરવા માટે ટ્રાફિક અને સ્થાનિક પોલીસની 100 કોન્વોયટીમો તૈયાર રાખવામાં આવી છે. ટ્રાફિક બંદોબસ્તની વાત કરીએ તો શહેરમાં 1 IGP, 6 DCP, 11 ACP, 26 PI, 36 PSI, 1300 પોલીસ સહિત કુલ 1400 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે.
શહેરભરમાં 5 હજારથી વધુ કર્મચારીઓ રહેશે તૈનાત
તો ભારતની જીત બાદ વિજય સરઘસો નીકળશે તેવી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને શહેરભરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. શહેરભરમાં 5000 જેટલા કર્મચારીઓ તૈનાત રહેશે. જેમાં 4 આઈજીપી, 27 એસીપી, 230 પીએસઆઈ, 23 ડીસીપી અને 82 પી.આઈ સહિત 4450 પોલીસકર્મીઓ રહેશે તૈનાત.
ADVERTISEMENT
ADVERTISEMENT