ગુજરાતમાં 24 કલાકમાં હાર્ટ એટેકથી 9નાં મોત, 6 મૃતકોની ઉંમર 30 વર્ષથી પણ ઓછી
Ahmedabad News: ગુજરાતમાં હાર્ટ એટેકથી (Heart Attack) મોતનો છેલ્લા 24 કલાકમાં ડરામણો આંકડો સામે આવ્યો છે. રાજ્યમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી 9 લોકોના મોત…
ADVERTISEMENT
Ahmedabad News: ગુજરાતમાં હાર્ટ એટેકથી (Heart Attack) મોતનો છેલ્લા 24 કલાકમાં ડરામણો આંકડો સામે આવ્યો છે. રાજ્યમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી 9 લોકોના મોત નિપજ્યા છે. તેમાં પણ બે મૃતકોની ઉંમર માત્ર 13 અને 17 વર્ષની છે. હાર્ટ એટેકથી મોતના આ આંકડા માત્ર 4 શહેરોના જ છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત હાર્ટ એટેકથી થઈ ચૂક્યા છે.
13 અને 17 વર્ષના સગીરને હાર્ટ એટેક
રાજ્યમાં શનિવારે વડોદરામાં 13 વર્ષના બાળક સહિત 2 લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા. 13 વર્ષનો વૈભાવ સોની સાઈકલ ચલાવતા અચાનક ઢળી પડ્યો હતો. જ્યારે ખેડાના કપડવંજમાં ગરબા ગ્રાઉન્ડમાં 17 વર્ષના વીર શાહને ગરબા રમતા અચાનક નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. વીરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હાજર તબીબે વીરને મૃત જાહેર કર્યો હતો. ગરબા રમતી વખતે શારીરિક રીતે સ્વસ્થ 17 વર્ષના વીરનું હાર્ટ એટેકના કારણે મોત થતાં પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છે.
આવી જ રીતે જામનગરમાં 3 લોકોના અને રાજકોટમાં પણ 3 લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. આમ માત્ર 24 કલાકના સમયગાળામાં જ 9 લોકોના અચાનક હાર્ટ એટેક આવતા મોત થઈ ગયા. 108ને નવરાત્રીના 6 દિવસોમાં જ શ્વાસ લેવામાં સમસ્યા અને હાર્ટ સાથે જોડાયેલા કુલ 521 કોલ અત્યાર સુધી આવ્યા છે.
ADVERTISEMENT
નવરાત્રી માટે પાર્ટી પ્લોટમાં ખાસ તૈયારીઓ
છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાતના યુવાનોમાં હાર્ટ એટેકના વધતા જતા કેસોને જોતા નવરાત્રી દરમિયાન ગરબાની ઉજવણી વખતે ગરબા આયોજકો દ્વારા પ્લોટ, ક્લબમાં ડોક્ટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલોને એલર્ટ પણ જાહેર કરી દીધું છે. ગરબા સ્થળ નજીકના સીએચસી સેન્ટરોને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. ગરબા આયોજકોને કોરિડોર બનાવવાની સૂચના આપવામાં આવી છે જેથી એમ્બ્યુલન્સ પાર્ટી પ્લોટમાં પ્રવેશી શકે.
હાર્ટ એટેકનું કારણ
તબીબોના મતે, પાણીનું ઓછું સેવન, મીઠાના અસંતુલિત ઉપયોગ, બ્લડ પ્રેશર, અપૂરતી ઊંઘ અને આનુવંશિક સમસ્યાઓના કારણે હાર્ટ એટેકની સમસ્યા થાય છે. ગરબા રમતી વખતે હાર્ટ એટેકની સમસ્યાથી બચવા માટે ડો.પ્રવીણ ગર્ગે જણાવ્યું હતું કે, ગરબા ખુલ્લી જગ્યામાં રમવા જોઈએ અને આયોજકોએ તેમના સ્ટાફને સીપીઆરની તાલીમ આપવી જોઈએ. તેમણે કહ્યું કે, ગરબાના સ્થળે પાણીની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ અને હૃદયની તકલીફ, ડાયાબિટીસ કે બ્લડપ્રેશરથી પીડિત લોકોએ લાંબો સમય રમવું જોઈએ નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT