‘તમે ન કરી શકો તો અમને કહી દો’, રખડતા ઢોર-ખરાબ રસ્તા મામલે હાઈકોર્ટે મ્યુનિ. કમિશનર ઝાટકણી કાઢી
Ahmedabad News:રસ્તે રખડતાં ઢોર, શહેરમાં થતાં ટ્રાફિક અને બિસમાર રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન પ્રિન્સિપલ સેક્રેટરી, AMC કમિશનર અને પોલીસ…
ADVERTISEMENT
Ahmedabad News:રસ્તે રખડતાં ઢોર, શહેરમાં થતાં ટ્રાફિક અને બિસમાર રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન પ્રિન્સિપલ સેક્રેટરી, AMC કમિશનર અને પોલીસ ઉચ્ચ અધિકારી કોર્ટમાં હાજર રહ્યા હતા. ત્યારે ગુજરાત હાઈકોર્ટે તંત્રનો ઊધડો લીધો છે. તંત્રને અંતિમ સાત દિવસનો સમય આપતા ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, હવે જમીન પર કાર્યવાહી નહીં દેખાય તો અમને ચાર્જ ફ્રેમ કરવાની ફરજ પડશે, ઓર્ડર તૈયાર છે માત્ર સહી કરવાની વાર છે.
રસ્તે રખડતાં ઢોરોના ત્રાસ, ટ્રાફિકની વધતી સમસ્યા મામલે ગુજરાત હાઈકોર્ટે કડક શબ્દોમાં પોલીસ ઉચ્ચ અધિકારીને કહ્યું કે, જેમ સૈનિક બોર્ડર પર લોકોની સુરક્ષા કરે છે એવી જ જવાબદારી રાજ્યમાં પોલીસની છે. શહેરના લોકોની સુરક્ષાની જવાબદારી નિભાવવી પોલીસની ફરજ છે. મ્યુનિસિપાલિટી સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરે છે એવું કહે છે પણ પશુપાલકો કર્મચારીને ઘેરી લે છે, કર્મચારીઓ પર હુમલા થાય છે, તો પોલીસ એ સમયે કયા છે. તંત્રની બનાવેલી પોલિસી માત્ર કાગળ પર છે. જમીની હકીકત ખૂબ જ ચિંતાજનક છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ગૃહવિભાગ અને કોર્પોરેશન એક સાથે આવીને જમીન પર કામ કરે. મ્યુનિસિપાલિટીએ પોલિસી રજૂ કરી અને શહેર બહાર ઢોરાવાળા બનાવવાની વાત કરી, ઢોરોને ટેગિંગ કરવાની વાત કરી પણ જમીન પર હકિકત જુદી દેખાઈ રહી છે. કાર્યવાહી કરવાના સમયે કર્મચારીઓને પ્રોટેક્શન ના મળતા કોઇ જ નિયમોની અમાલવારી નથી થઈ રહી. નિયમની અમાલવારી કરવામાં જે કોઇ વચ્ચે આવે એની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરો. હાઈકોર્ટે કહ્યું કે, કાર્યવાહી થાય છે પરંતુ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરિટી પાસેથી રિપોર્ટ મળ્યો છે, જે ખુબ ગંભીર છે.
ADVERTISEMENT
ગુજરાત હાઈકોર્ટે તંત્રનો ઊધડો લેતા કહ્યું કે, સવારે શહેરની હાલત જુઓ કેવી છે. જનતા પોતે કામગીરીનો રિપોર્ટ નબળો આપે છે. હાઈકોર્ટે કડક શબ્દોમાં અધિકારીઓને કહ્યું કે, ખુરશીમા બેસી રહેવાને બદલે કામ કરો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર પર રોડ પરથી અતિક્રમણ હટાવવા મામલે થયેલા હુમલા અંગે ઉદાહરણ આપીને હાઈકોર્ટે કહ્યું કે, અધિકારીઓ પર હુમલા થાય છે તો એ સમયે પોલીસ કયા છે? જો કર્મચારીઓ ડ્રાઇવ કરી રહ્યા હોય તો બંને વિભાગોને એ અંગે જાણકારી હોવી જોઈએ.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, હવે અમે કંટાળી ગયા છીએ, બધી જ કામગીરી કાગળ પર છે જમીન પર નહીં. કોર્ટના અગાઉના નિર્દેશનું પાલન પણ નથી થઈ રહ્યું. પોલીસ પેટ્રોલિંગ મજબૂત કરો. પોલીસની કામગીરીની છબી સારી ઉભી કરવાની હાઈકોર્ટે ટકોર પણ કરી. ફિલ્ડમાં જાવ, રોડ જુવો, ઢોર જુવો અને ટ્રાફિક પણ જુવો તો ખ્યાલ આવશે કે શહેરની પ્રજા કેવી સમસ્યાથી પીડાય છે. હાઈકોર્ટે અંતે કહ્યું કે, જમીન પર કાર્યવાહી નહીં દેખાય તો અમને ચાર્જ ફ્રેમ કરવાની ફરજ પડશે, ઓર્ડર તૈયાર છે માત્ર સહી કરવાની વાર છે. આ સાથે જ હાઈકોર્ટે વધુ સુનાવણી 7 નવેમ્બરે મુલતવી કરી.
ADVERTISEMENT
ADVERTISEMENT