‘શહેરમાં 2-5 ટકા ક્રાઈમ વધે કે ઘટે…’ શહેર પોલીસ કમિશરના નિવેદનની હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢી
Ahmedabad News: અમદાવાદમાં રખડતા ઢોર, પાર્કિંગ અને બિસ્માર રોડની સમસ્યા મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. જેમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે જવાબ રજૂ કર્યો…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદમાં રખડતા ઢોર, પાર્કિંગ અને બિસ્માર રોડની સમસ્યા મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. જેમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે જવાબ રજૂ કર્યો હતો. દરમિયાન હાઈ કોર્ટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરમાં વધતા ગુનાખોરી અંગે આપેલા નિવેદનની ગંભીર નોંધ લીધી હતી અને ઝાટકણી કાઢી હતી.
રખડતા ઢોર મામલે સરકારે કોર્ટમાં જવાબ આપ્યો
રાજ્ય સરકાર વતી હાઈકોર્ટમાં હાજર એડવોકેટ જનરલે જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, AMCના CNCD વિભાગને પુરતો પોલીસ સ્ટાફ અપાયો છે. CNCDને 66 પોલીસકર્મી ડેપ્યુટેશન પર અપાયા છે, જેમાં 3 P.I, 2 PSI, 1 SRPની ટુકડીનો પણ સમાવેશ થાય છે. AMC પાસે પહેલાથી જ 84 પોલીસકર્મી, 110 પ્રાઈવેટ બાઉન્સર, 200 સિક્યુરિટી પર્સનનનો સમાવેશ થાય છે.
પોલીસ કમિશરના નિવેદનની ઝાટકણી કાઢી
એડવોકેટ જનરલની દલીલ પર હાઈકોર્ટે ટકોર કરી હતી અને ‘પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય ન થાય એ જોજો’ કહ્યું હતું. તંત્ર અને ઓથોરિટીના પગલાઓની પણ હાઈકોર્ટે પ્રશંસા હતી અને કહ્યું હતું કે, અસામાજી તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો પાવર પોલીસ પાસે છે એ યાદ રહે. સુનાવણીના અંતે ફરી એડવોકેટ જનરલને હાઈકોર્ટે ટકોર કરી હતી. કોર્ટે કહ્યું, જવાબદાર અધિકારી તરીકે પોલીસ કમિશનર બેજવાબદારીભર્યા નિવેદનો ન કરે તે ધ્યાન રાખવું, આવા નિવેદનોની ગંભીર અસરો થાય છે. આ મામલે હવે વધુ સુનાવણી 1 ડિસેમ્બરે હાથ ધરાશે.
ADVERTISEMENT
પોલીસ કમિશનરે શું નિવેદન આપ્યું હતું?
થોડા દિવસ પહેલા અમદાવાદમાં હત્યાના બનાવ મામલે શહેર પોલીસ કમિશનરે જી.એસ મલિકે નિવેદન આપ્યું હતું કે, શહેરમાં બે-પાંચ ટકા ક્રાઈમ વધે કે ઘટે તેનાથી ફરક નથી પડતો. ત્યારે હાઈકોર્ટે પોલીસ કમિશનરના નિવેદનની ઝાટકણી કાઢતા કહ્યું કે, પોલીસ કમિશનરે આ પ્રકારનું નિવેદન ન આપવું જોઈએ. પોલીસ કમિશનર જ આ પ્રકારનું નિવેદન કરે તે ન ચલાવી લેવાય.
ADVERTISEMENT