ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, અમદાવાદ-સુરત સહિત 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતભરમાં શનિવારે વરસાદ નોંધાયા બાદ રવિવારે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આજે પણ યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા આજે પોરબંદર તથા દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ તથા સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 246 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 150 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

આ જિલ્લાઓમાં યેલો એલર્ટ
આ સાથે જ કચ્છ, પાટણ, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. એવામાં આગામી 24 કલાક ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

ADVERTISEMENT

પાટડીમાં 5 ઈંચ વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પાટડીમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો, તો ચુડા, લીંબડી અને લખતરમાં પણ અઢી ઇંચ વરસાદથી જળ-બમબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. રાજકોટ, જામનગર મોરબી સહિત 5 જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. વઢવાણ, સાયલા, મૂળી, ચોટીલામાં પણ વરસાદ પડ્યો છે.

ADVERTISEMENT

જૂનાગઢ-નવસારીમાં રસ્તા પર નદીઓ વહી
શનિવારે રાજ્યના નવસારી અને જૂનાગઢમાં સાંબેલાધાર વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢમાં ગિરનાર પર 20 ઈંચ જેટલો અને તળેટીમાં 16 ઈંચ જેટલો વરસાદ વરસતા આખું શહેર પાણી-પાણી થઈ ગયું હતું. લોકોના વાહનો, ઘર વખરી સહિતનો સામાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. તો નવસારીમાં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી.

ADVERTISEMENT

અમદાવાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા
અમદાવાદ શહેરમાં પણ 6 ઈંચ જેટલો વરસાદ વરસતા શહેર પાણી-પાણી થઈ ગયું હતું. સાંજે 6 વાગ્યાથી શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને જોત જોતામાં તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તો તમામ અંડરપાસ પણ બંધ કરવા પડ્યા હતા. વરસાદના કારણે પાણીમાં વાહનો ફસાતા લોકો રોડ પર જ વાહનો મૂકીને ચાલતા ઘરે રવાના થઈ ગયા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT