‘હું આ ધરતીનું કેન્દ્ર બિંદુ છુ, પ્રણામ હું હિન્દુ છુ…’ લોકસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલે આપ્યો ‘હું હિન્દુ છુ’નો નારો
અમદાવાદ: કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂરા થવા પર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે…
ADVERTISEMENT
અમદાવાદ: કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂરા થવા પર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ રવિવારે આ ઉજવણીના એક કાર્યક્રમમાં પોતાના મત વિસ્તારમાં હાજર રહ્યા હતા અને માંડલમાં એક હાઈવે તથા મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ સમયે હાર્દિક પટેલે શૌર્ય સંમેલનમાં લોકોને સંબોધન કર્યું હતું, જ્યાં તેમણે ‘હું હિન્દુ છુ’ નો નારો આપ્યો હતો.
હાર્દિક પટેલે સંમેલનમાં લોકોને સંબોધતા કહ્યું, હું રૂદ્રાક્ષની માળામાં છું. હું તલવાર, કટાર અને ભાલામાં પણ છુ, હું શ્વેત છું હું શુદ્ધ પણ છુ. વિરુદ્ધ જશો મારી તો હું યુદ્ધ પણ છુ. ઈતિહાસમાં જોયેલા આસું અને વહેલી રક્તધારા પણ છુ. હું આ ધરતીનું કેન્દ્ર બિંદુ-પ્રાણ હું હિન્દુ છુ. હું સ્મશાનની અગ્નિ, ગંગાનું પાણી, કબ્રની માટી છુ. હું પીર, ફકીર, અલી અને શ્રીરામનો હનુમાન પણ છુ. હું ભોળો છુ, સરળ પણ તમારો મિત્ર પણ છુ. હું લડી પણ લઉં અને તારા માટે મરી પણ જઉં એવી શક્તિ છુ. હું આ ધરતીનું કેન્દ્ર બિંદુ છુ, પ્રણામ હું હિન્દુ છુ.
નોંધનીય છે કે, વિરમગામના માંડલમાં વરમોર-વિઠ્ઠલાપુર હાઈવેનું રૂ.60 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. વિઠ્ઠલાપુર ચાર રસ્તા પર મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવામાં આવી છે. આ બંનેનું રવિવારે હાર્દિક પટેલે અનાવણ કર્યું હતું. આ બાદ શૌર્ય સંમેલનમાં હાજર લોકોને સંબોધન કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT