Gujarat Weather Forecast: અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડશે
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાલ પલટો આવશે. રાજસ્થાન સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાની આગાહી. 7 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં ઠંડીનું જોર ફરી એકવાર વધશે. Gujarat Rainfall…
ADVERTISEMENT
- ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાલ પલટો આવશે.
- રાજસ્થાન સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાની આગાહી.
- 7 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં ઠંડીનું જોર ફરી એકવાર વધશે.
Gujarat Rainfall Prediction: ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત, રાજસ્થાનમાં ફરી ઠંડી વધવાની આગાહીની સાથે વરસાદની પણ આગાહી કરી છે. આગામી 4 દિવસમાં તાપમાન 2થી 3 ડિગ્રી જેટલું વધશે અને આ બાદ તેમાં ફરી ઘટાડો જોવા મળશે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 3થી 5 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે. સાથે જ રાજસ્થાનના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. તો ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. જેના કારણે અમુક વિસ્તારોાં છાંટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડી શકે છે.
ગુજરાતમાં થશે બેવડી ઋતુનો અનુભવ
7 ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનનો પારો 12 ડિગ્રીએ પહોંચશે. ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે. આ બાદ 19થી 22 ફેબ્રુઆરીએ મજબૂત સિસ્ટમ આવશે અને ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ શકે છે. ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં પલટો આવતો રહેશે, આ કારણે બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT