Ahmedabad News: GTUને રૂ.50 કરોડ ભરવા માટે ITની નોટિસ મળી, જાણો શું છે સમગ્ર મામલો?
Ahmedabad News: રાજ્યની યુનિવર્સિટીઓના ઈતિહાસમાં પહેલીવાર સરકારી યુનિવર્સિટીને IT વિભાગે નોટિસ મોકલીને કરોડોનો ટેક્સ ભરવા કહેવાયું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ને ઈન્કમટેક્સ વિભાગે રૂ.50 કરોડ…
ADVERTISEMENT
Ahmedabad News: રાજ્યની યુનિવર્સિટીઓના ઈતિહાસમાં પહેલીવાર સરકારી યુનિવર્સિટીને IT વિભાગે નોટિસ મોકલીને કરોડોનો ટેક્સ ભરવા કહેવાયું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ને ઈન્કમટેક્સ વિભાગે રૂ.50 કરોડ ભરવા માટે નોટિસ પાઠવી છે. આ નોટિસ સામે અપીલ કરવા માટે હાલ યુનિવર્સિટીએ 5 કરોડ રૂપિયા ભરવા પડ્યા છે.
IT રિટર્નમાં ભૂલ થતા દંડ
વિગતો મુજબ, ગજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં નાણાકીય વર્ષ 2016-17માં હિસાબો અંગેના ટેક્સ રિટર્નની પ્રક્રિયા ભૂલ થઈ હતી. યુનિવર્સિટીને IT વિભાગ તરફથી મળતા ઈમેઈલ સમયસર ન જોવામાં ન આવતા નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં અત્યાર સુધીના બાકી ઈન્કમટેક્સ ઉપરાંત દંડની સાથે અંદાજે રૂ.50 કરોડ જેટલી રકમ ભરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
CAની ભૂલ, GTUને દંડ!
GTUના સત્તાધીશોનું કહેવું છે કે, વર્ષ 2016-17માં IT રિટર્ન ભરવામાં ભૂલ થઈ હતી. એક ક્લોઝ હેઠળ IT ભરાતા આ પ્રકારની ભૂલ ઊભી થઈ હતી. યુનિવર્સિટીના એકાઉન્ટન્ટે યોગ્ય માહિતી ન આપી હોવાથી અથવા યુનિ.ના CAની ભૂલના કારણે આ નોટિસ આપવામાં આવી છે. આ માટે હવે CA ફર્મને પણ નોટિસ આપવામાં આવી છે.
ADVERTISEMENT
ITની નોટિસ મામલે યુનિવર્સિટી દ્વારા ટ્રિબ્યૂનલમાં અપીલ કરવામાં આવી છે, અપીલ પ્રક્રિયા માટે હાલમાં 5 કરોડ રૂપિયા પણ ભરવા પડ્યા છે. જો ટ્રિબ્યૂનલમાંથી રાહત ન મળે તો ટેક્સ અને દંડની રકમ સાથે કુલ મળીને 50 કરોડ રૂપિયા ભરવા પડી શકે છે.
ADVERTISEMENT