ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદની આગાહી, માત્ર જૂન મહિનામાં જ સીઝનનો 28 ટકા વરસાદ પડી ગયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં 25મી જૂનથી ચોમાસું વિધિવત રીતે શરૂ થયું છે. છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. પરિણામે અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો 28 ટકા વરસાદ પડી ચૂક્યો છે. અમદાવાદમાં પણ બે દિવસથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 5 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

આગામી 4 દિવસ ક્યાં-ક્યાં વરસાદની આગાહી?
2 જુલાઈ: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકામાં હળવાથી લઈને ભારે વરસાદ સુધીની આગાહી છે.

3 જુલાઈ: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકામાં હળવાથી ભારે વરસાદની આગાહી.

ADVERTISEMENT

4 જુલાઈ: ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી છે.

5 જુલાઈ: મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ,તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

ADVERTISEMENT

ગુજરાતમાં જૂન મહિનામાં કેટલો વરસાદ નોંધાયો?
ગુજરાતમાં સરેરાશ સીઝનમાં 35 ઈંચ જેટલો વરસાદ નોંધાતો હોય છે. તેની સામે માત્ર જૂનમાં જ પોણા 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. એટલે કે સીઝનનો 28 ટકા જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા 1980ના વર્ષમાં જૂનમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ પડ્યો હતો.

ADVERTISEMENT

ઝોન મુજબ કેટલો વરસાદ?
શનિવારે રાજ્યના 200 તાલુકાઓમાં 1થી લઈને 8 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં જૂન મહિનામાં જ 16 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, જે સીઝનનો 87 ટકા વરસાદ છે. તો ઉત્તર ગુજરાતમાં 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, જે સીઝનના 27 ટકા થાય છે. પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. જે સીઝનનો 16.59 ટકા વરસાદ છે. તો સૌરાષ્ટ્રમાં 12 ઈંચ વરસાદ સરેરાશ પડ્યો છે, જે સીઝનના 41 ટકા વરસાદ થાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT