Gujarat Rain: ગુજરાતમાં 48 કલાક માટે અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Updates: ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં ફરી એકવાર વરસાદી માહોલ જામી રહ્યો છે. બે નવી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં…
ADVERTISEMENT
Gujarat Rain Updates: ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં ફરી એકવાર વરસાદી માહોલ જામી રહ્યો છે. બે નવી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આજથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?
અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં પંચમહાલ, વડોદરા, બનાસકાંઠાના ભાગો થરાદ, કાંકરેજ ઈકબાલગઢ, પાલનપુર અને ડિસા આ ભાગોમાં પણ વરસાદની શક્યતા છે અને આ ઉપરાંત આ ખેડાના આણંદ, મહેમદાવાદ, કપડવંજ અને બાલસિનોરમાં પણ વરસાદ થશે. અરવલ્લીમાં પણ વરસાદની શક્યતા છે. આગામી 48 કલાકમાં વડોદરા મધ્ય ગુજરાત સાથે અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગરમાં પણ વરસાદ થશે.
ગુજરાતમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી#GujartRain #AmbalalPatel pic.twitter.com/FqCy0kNNnV
— Gujarat Tak (@GujaratTak) September 16, 2023
ADVERTISEMENT
વરસાદની આગાહીથી ધરતીપુત્રોમાં આનંદ
તેમણે આગળ કહ્યું કે, સૌરાષ્ટ્રના ભાગો વરસાદથી વંચિત છે ત્યાં ગીર, અમરેલી, ખાંભા અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. તો હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે વરસાદની આ આગાહી ખેડૂતોના ચહેરા પર સ્મિત લઈને આવી છે.
ADVERTISEMENT