Ahmedabad: ભારે પવન સાથે અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નરોડા-મણીનગરમાં 13 ઇંચ વરસાદ

Gujarat Tak

ADVERTISEMENT

Ahmedabad rain
Ahmedabad rain
social share
google news

Ahmedabad rain: ગુજરાતના અમુક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. રાજ્યમાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી મુજબ રવિવારે રાતથી જ અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. એવામાં અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 5 થી 9 ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાઇ ગયા છે.

અમદાવાદમાં કેટલો વરસાદ નોંધાયો

અમદાવાદમાં સૌથી વધુ નરોડા અને મણીનગરમાં વિસ્તારમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉસ્માનપુરામાં 11 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં સરેરાશ 5 થી 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આખી રાત વરસાદ વરસતાં સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

50થી વધુ વૃક્ષો ધરાશાયી

મળતી માહિતી અનુસાર, શહેરમાં વરસાદના કારણે 50થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જેને લઈ તંત્ દોડતું થયું છે અને વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અને વૃક્ષો પડતાં લોકોને ભારે હાલાકી થઈ રહી છે. 

ADVERTISEMENT

24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ, ટંકારામાં આભ ફાટ્યું

ગુજરાતમાં મેઘરાજાની સિસ્ટમને કારણે અનેક તાલુકામાં સોમવારે ભારે વરસાદ પડ્યો. 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં મેઘ મહેર થઈ. મોરબીના ટંકારામાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ હતી. ગોધરાના મોરવા હડફમાં પણ 14 ઇંચ વરસાદ પડ્યો. જ્યારે નડિયાદ અને બોરસદમાં 13-13 ઇંચ, તો વડોદરામાં પણ છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો, આણંદ, પાદરા, ખંભાત અને ગોધરામાં પણ 12-12 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના અનેક તાલુકાઓમાં આઠથી 10 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

    follow whatsapp

    ADVERTISEMENT