ગુજરાતમાં ભર શિયાળે ફરી થશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી
Ahmedabad News: ગુજરાતમાં શિયાળામાં પણ માવઠાનો માર યથાવત છે. એકબાજુ કડકડતી ઠંડી પડી રહી છે, બીજી તરફ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે.…
ADVERTISEMENT
Ahmedabad News: ગુજરાતમાં શિયાળામાં પણ માવઠાનો માર યથાવત છે. એકબાજુ કડકડતી ઠંડી પડી રહી છે, બીજી તરફ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. વરસાદથી શિયાળુ પાકને અસર થઈ રહી છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાત તરફ આવશે વાદળો
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 14થી 18 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદની શક્યતા હતી. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ દૂર છે, એવામાં 16 ડિસેમ્બર સુધીમાં તે ભારતથી નજીક આવશે. 18 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારમાં હિમ વર્ષા થશે. આ બાદ ગુજરાત તરફ વાદળો આવશે.
ક્રિસમસ સુધી વાતાવરણમાં ફેરફાર રહેશે
આથી 16થી 18 ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ પછી અરબ સાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર આવતા ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સાથે ગુજરાતમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. ક્રિસમસ સુધી ગુજરાતના વાતાવરણમાં ફેરફાર રહેશે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, હાલમાં જ દિવાળી બાદ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો અને અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેતરમાં ઊભા પાકને મોટું નુકસાન થતા ખેડૂતો રડી પડ્યા હતા. સરકાર દ્વારા ખેડૂતો માટે સહાયની પણ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ફરી વરસાદ પડશે તો રવિ પાકને નુકસાન થવાનો ડર ખેડૂતોમાં સતાવી રહ્યો છે.
ADVERTISEMENT