વારંવાર ઢોરને રખડતા મૂકનાર પશુ માલિક-માથાભારે તત્વો સામે PASA થશે, હાઈકોર્ટમાં સરકારનું સોગંદનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Government: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાથી વાહન ચાલકો અને રાહદારીઓ ત્રસ્ત છે. રખડતા ઢોરના કારણે અનેકવાર લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે, તો ગંભીર ઈજાનો પણ ભોગ બની રહ્યા છે. હાઈકોર્ટે આ મામલે ઘણીવાર રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે અને એક્શન પ્લાન બનાવવા માટે આદેશ કર્યો હતો. ત્યારે હાઈકોર્ટમાં રાજ્ય સરકાર વતી શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિની કુમારે સોગંદનામું દાખલ કર્યું હતું. હાઈકોર્ટમાં સરકારે જણાવ્યું કે અત્યાર સુધીમાં 1,40,152 રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. સાથે જ સરકારે ઢોર નિયંત્રણ નીતિની ચુસ્ત અમલવારી કરવાની ખાતરી કોર્ટમાં આપી છે.

રાજ્ય સરકારનો ટૂંકા ગાળાનો એક્શન પ્લાન

1. રખડતા ઢોર પકડવાની કામગીરી રોજિંદી ચાલુ રહેશે

2. તમામ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં પ્રાણીઓના RFID ટેગ લાગશે

ADVERTISEMENT

3. તમામ નગરપાલિકા અને કોર્પોરેશન વિસ્તારમાં ઢોરવાડા ઉભા કરવામાં આવશે

4. ઢોરવાડાઓને સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે પૂરતી તકેદારી અપાશે

ADVERTISEMENT

5. ઢોરવાડામાં રાખવામાં આવેલા ઢોરોને કોઈપણ બીમારી અથવા રોગ ન થાય તેની તકેદારી રખાશે

ADVERTISEMENT

6. જે ઢોર માલિકો પાસે પોતાના ઢોરને સાચવવાની પૂરતી સુવિધા નહીં હોય તો સ્થાનિક કોર્પોરેશન કે નગરપાલિકા વિનામૂલ્યે આવા ઢોરનું નિર્વહન કરશે.

7. નગરપાલિકાઓમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે ચાલુ વર્ષે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી

8. વર્ષ 2023-24 માટે 30 કરોડ રૂપિયાની કરાઈ ફાળવણી

9. 8 મહાનગરપાલિકાઓના હેલ્પલાઇન નંબર પણ કરાયા જાહેર

AMCના બે અધિકારીઓને રહેશે ઢોરની જવાબદારી

રાજ્ય સરકાર દ્વારા AMCને નિર્દેશ અપાયો છે કે, જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ છે. રખડતા ઢોરને પકડીને ગૌશાળા કે પાંજરાપોળમાં મોકલી આપવામાં આવે. ઢોરને લાવવા-લઈ જવા માટે પૂરતા માણસો અને વાહનોની વ્યવસ્થા કરવામાં આવે. આ માટે કોર્પોરેશનના બે અધિકારીઓની રખડતા ઢોર મુદ્દે સંપૂર્ણ જવાબદારી રહેશે.

ઢોર માલિક સામે PASA થશે

આ સાથે જ રખડતા ઢોર મૂકનારની સામે ભારતીય દંડ સહિતાની જુદી જુદી કલમો અંતર્ગત કામગીરી કરવામાં આવશે. જે મુજબ કલમ 332,338,188,189 હેઠળ ગુનો નોંધાશે. વારંવાર ઢોરને રખડતા મૂકનાર પશુ માલિક અને માથાભારે તત્વો સામે PASA હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાશે. રખડતા ઢોરને પકડવાની કામગીરી કરનાર CNCD વિભાગને પૂરતું પોલીસ પક્ષણ આપવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT