સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટી ખબર, 2024માં 21 હજાર જગ્યાઓ પર ભરતી થશે

ADVERTISEMENT

ફાઈલ તસવીર
Government Jobs
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રાજ્યમાં 10 વર્ષમાં વિવિધ વિભાગોમાં 1.67 લાખ ઉમેદવારોની ભરતી કરાઈ

point

છેલ્લા 2 વર્ષમાં વિવિધ વિભાગોમાં કુલ 35,038 જગ્યાઓ પર સરકારી અધિકારી-કર્મચારીઓની નિમણૂક કરાઈ.

point

વર્ષ 2024 થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા ચાલુ છે.

Government Jobs: ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષમાં કુલ 21 હજારથી પણ વધુ જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી હતી.

10 વર્ષમાં સરકારે 1.67 લાખ ઉમેદવારોને નોકરી આપી

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2014 થી 2023 દરમિયાન 10 વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ 1,56,417 જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું. જેની સામે ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2024 થી 2033 સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા હાલ ચાલુ છે જેમાં આગામી સમયમાં 1.30 લાખથી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GADને મળી છે. 

2022-23ના વર્ષમાં જ 35 હજાર ભરતી કરી

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 અને 2023માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની  કુલ 35,038  જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓ માટે 3780 ઉમેદવારો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા વર્ગ-3ની જગ્યાઓ માટે 6,408, પોલીસ ભરતી બોર્ડ ધ્વારા વર્ગ-3ની જગ્યાઓ માટે 12,145, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 12,705 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. 

ADVERTISEMENT

2024માં આ પદો પર થશે ભરતી

મંત્રીએ ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,459 જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના ઓક્ટોબર-2023માં પ્રસિધ્ધ થયેલ આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર 3.2 ટકા છે. જેની સામે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર 1.7 ટકા છે. ડિસેમ્બર-2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 3,10,590, બે વર્ષમાં 5,85,390 અને છેલ્લા પાંચ વર્ષમાં કુલ 14,43,790 લોકોને રોજગારી આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.  
 

    follow whatsapp

    ADVERTISEMENT