રાજ્ય સરકારની મોટી જાહેરાત, વીજળી પડવાની ઘટનામાં મૃતકોના પરિજનોને ચૂકવાશે સહાય

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Rainfall Update: ગુજરાતમાં રવિવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. કરા સાથે ભારે વરસાદ વચ્ચે અનેક સ્થળોએ વીજળી પડવાની ઘટનાઓ બની હતી. જેમાં 24 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે રાજ્ય સરકાર વીજળી પડવાની ઘટનામાં મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયા સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. તો ખેડૂતોને પણ સર્વે બાદ સહાય ચૂકવાશે.

વીજળી પડવાથી 24 લોકોના મોત થયા

રવિવારે હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ, મધ્ય તથા ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. આકાશમાંથી વરસતા વરસાદ સાથે કરા અને વીજળી પડવાની ઘટનાઓ પણ બની હતી. 236 તાલુકાઓમાં વરસાદ સાથે વીજળી પડવાની ઘટનામાં 24 લોકોના મોત થઈ ગયા જ્યારે 23 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી અને 70થી પણ વધુ પશુઓના મોત થઈ ગયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના સ્વજનોને સહાયની જાહેરાત કરી છે.

CMએ ટ્વીટ કરીને સહાયની જાહેરાત કરી

હાલ જાપાનની મુલાકાતે પહોંચેલા CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે, ગુજરાતમાં આજે થયેલા કમોસમી વરસાદ અને વીજળી પડવાને કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા નિયમાનુસારની સહાય ચૂકવવા વહીવટી તંત્રને સૂચના આપેલ છે.

ADVERTISEMENT

ખેડૂતોને પણ ચૂકવાશે સહાય

આ સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. આ સર્વે કરવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવશે અને નુકસાની સર્વે બાદ ખેડૂતો માટે પણ સરકાર સહાયનું પેકેજ જાહેર કરી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT