રાજ્ય સરકારની વર્ગ-4ના કર્મચારીઓને મોટી ભેટ, દિવાળી બોનસ તરીકે કેટલી રકમ ચૂકવવાની જાહેરાત થઈ?
Gandhinagar News: રાજ્ય સરકાર દ્વારા એસ.ટી વિભાગના કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત બાદ વર્ગ-4ના કર્મચારીઓ માટે પણ દિવાળી પહેલા મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી સમયમાં…
ADVERTISEMENT
Gandhinagar News: રાજ્ય સરકાર દ્વારા એસ.ટી વિભાગના કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત બાદ વર્ગ-4ના કર્મચારીઓ માટે પણ દિવાળી પહેલા મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-4 ના કર્મચારીઓ માટે રૂ.7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
વર્ગ-4ના 21 હજાર કર્મચારીઓને મળશે બોનસ
નાણાં વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર, રાજય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓને રૂ.7000 ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઇન એઇડ (માન્યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના અદાજે 21000 થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
આ પહેલા એસ.ટી કર્મચારીઓના પગારમાં થયો વધારો
નોંધનીય છે કે, આ પહેલા સવારે જ એસ.ટી વિભાગની લાંબા સમયથી પડતર માંગણી મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી અને તેમની માંગણી સ્વીકારતા એસ.ટી કર્મચારીઓનું આંદોલન સમેટાયું હતું. એસ.ટી નિગમના કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી 11 ટકા મોંઘવારી ભથ્થાની રકમ ચૂકવવા માટે માંગણી કરવામાં આવી હતી. જેમાં એસ.ટીના કર્મચારીઓએ 3 ટકા મોંઘવારી ભથ્થા સહિત 7 ટકા ચાલુ પગારમાં ચૂકવવા મંજૂરી આપવામાં આવી હતી. આ એરિયર્સની રકમ 3 હપ્તામાં ચૂકવવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT