ડ્રગ્સ કનેકશનમાં પંજાબ પોલીસ અમદાવાદ ત્રાટકી, ATS સાથે મળીને મોટીમાત્રામાં ટ્રામાડોલ દવાનો જથ્થો ઝડપ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat ATS And Punjab Police Search Operations : અમદાવાદમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ પંજાબ પોલીસે દરોડા પાડ્યા હતા. ગઇકાલે પંજાબ પોલીસે ચાંગોદરની ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પંજાબ પોલીસે મોટીમાત્રામાં ટ્રામાડોલ દવાનો જથ્થો ઝડપ્યો છે. પોલીસે 14 લાખ 72 હજાર જેટલી નશીલી દવાનો જથ્થો જપ્ત કર્યો છે.

સમગ્ર મામલો કઈ રીતે સામે આવ્યો હતો?

છેલ્લા એક મહિનાની લાંબી તપાસ કરતા પંજાબ પોલીસને મહત્વની હકીકતો મળી અને તેની સાથે જ ગુજરાત કનેક્શન સામે આવ્યું. જેમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી આ ડ્રગ કાટેલ ચાલતી હોવાનું ખુલાસો થતા ગુજરાત ATSને સાથે રાખી પંજાબ પોલીસ દરોડાની કાર્યવાહી કરી હતી. ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં રેડ કરી ટ્રામાડોલ ગોળીઓ સાથે બે આરોપી ધરપકડ કરી કરવામાં આવી છે. કંપનીના સંચાલક મનીષ વશિષ્ઠ અને પત્ની રેખા વશિષ્ઠની ધરપકડ કરી પંજાબ પોલીસ તેની સાથે લઈ ગઈ છે.

અગાઉ પ્રિન્સ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ મહિના સુધી તપાસ ચાલી હતી. પૂછપરછ દરમિયાન પ્રિન્સે ખુલાસો કર્યો કે તે ડ્રગ્સ સપ્લાય કરતો હતો, મેજર સિંહે ગોઇંદવાલ સાહિબ જેલમાંથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને તેનો સંપર્ક કર્યો હતો.પોલીસે જેલની અંદરથી મેજર સિંહના કબજામાંથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. એટલું જ નહીં અમૃતસર ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ NDPSના ગુનામાં પંજાબ પોલીસ અત્યાર સુધી 12 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT