ગુજરાતમાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 8 મોત, 23-23 વર્ષના યુવકો-ગર્ભવતી મહિલાને એટેક આવ્યા
Heart Attack News: રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને લોકો ચિંતિત છે. અચાનક આવતા હાર્ટ એટેકથી યુવાનોનું હોસ્પિટલ પહોંચતા પહેલા…
ADVERTISEMENT
Heart Attack News: રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને લોકો ચિંતિત છે. અચાનક આવતા હાર્ટ એટેકથી યુવાનોનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થઈ રહ્યું છે. રાજ્યમાં ગુરુવારે 24 કલાકના સમયમાં જ હાર્ટ એકેટનાથી 6 શહેરમાં 8 લોકોના મોત થઈ ગયા. જેમાં બે યુવકો માત્ર 23 અને 24 વર્ષની ઉંમરના હતા.
અમરેલીમાં છકડા ચાલકને એટેક આવ્યો
બાબરા-અમરેલી હાઈવે પર લુણકી ગામના ઓઘડભાઈ મુંધવા પોતાની છકડો રીક્ષા લઈને લુણકીથી બાબરા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના છકડામાં 3 જેટલા પેસેન્જરો પણ બેઠેલા હતા. હાઈવે પર છકડો દોડાવતા સમયે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ રોડ પર જ નીચે ઢળી પડ્યા હતા. જ્યારે છકડામાં બેઠેલા પેસેન્જરોનો ચમત્કારિક બચાવ થાય છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ પછી ઓઘડભાઈને 108માં હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
જામનગરમાં 24 વર્ષના યુવકનું મોત
જામનગરમાં પણ 24 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી અચાનક મોત થઈ ગયું. જામનગરના સેનાનગર વિસ્તારમાં 24 વર્ષનો રવિ લુણા નામના યુવકને શરદી અને તાવ હતો. આથી તે દવા લેવા માટે હોસ્પિટલમાં ગયો હતો. ત્યારે અચાનક જ તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને તેનું મોત થઈ ગયું. રવિએ BCAનો અભ્યાસ કર્યો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. યુવાન વયે જ અચાનક નિધનથી પરિજનો પણ ઘેરા શોકમાં છે.
ADVERTISEMENT
દેવભૂમિ દ્વારકામાં બે ખેડ઼ૂતના મોત
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં હાર્ટએટેકનો કિસ્સા સામે આવ્યો છે. હાર્ટએટેકની ઘટનામાં 2 ખેડૂતોના મોત નીપજ્યાં છે. ઠાકર શેરડી ગામે રહેતા પ્રેમજીભાઇ કણઝારીયા અને શકિતનગર ગામે રહેતા રામજીભાઈ નકુમ નામના ખેડૂતનું મોત થઈ ગયું. ખેતરમાં કામ કરતી વેળાએ ખેડૂતો સાથે ઘટના બની હતી. બંને ગામના ખેડૂતોના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા છે.
પંચમહાલના મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામેથી 3 મિત્રો પાવાગઢ ગયા હતા, જેમાં માચીથી ડુંગર ચઢતી વખતે 45 વર્ષના ભલાઊાઈ બારિયાને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. મિત્રોએ 108 બોલાવી પરંતુ સારવાર મળે સુધીમાં તેમનું મોત થઈ ગયું.
ADVERTISEMENT
કાંકરેજના શિહોરી ગામમાં 33 વર્ષના યુવકને ઘરકામ કરતા સમયે છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને પરિવારના સભ્યો તેમને હોસ્પિટલ લઈને પહોંચ્યા પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું.
ADVERTISEMENT
વિજયનગરમાં વદરીમાં એક ગર્ભવતી મહિલાને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને બાદમાં મોત થઈ ગયું. મહિલા છેલ્લા ઘણા દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતી. રાજુલામાં પણ નવરાત્રિ મહોત્સવથી પાછા જતા 23 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું.
ADVERTISEMENT