ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મળતા જ ક્લબ મેમ્બરશિપ લેવા હોડ મચી, 48 કલાકમાં 8 કરોડની કમાણી થઈ ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: ગુજરાતના 63 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત રાજ્યના કોઈપણ ભાગને દારૂબંધીમાંથી મુક્ત કરવાને લઈને ચર્ચાઓ થઈ રહી છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીામં દારૂબંધીમાં છૂટ મળતા જ ક્લબની મેમ્બરશીપ મેળવવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. છેલ્લા 48 કલાકમાં ગિફ્ટ સિટીમાં 107 જેટલા લોકોએ ક્લબની મેમ્બરશીપ મેળવી લીધી છે. આ માટે ક્લબને 7.49 કરોડ રૂપિયાની કમાણી થઈ ગઈ છે.

48 કલાકમાં 107 નવા સભ્યો નોંધાયા

ગાંધીનગર સ્થિત ગુજરાત ગિફ્ટ સિટી (ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી)માં દારૂ પીવાની પરવાનગી મળ્યા બાદ અહીંની ક્લબમાં સભ્યપદ મેળવવાની હરીફાઈ ચાલી રહી છે. ક્લબમાં મેમ્બરશિપ લેવા માટે હજારો કોલ આવી રહ્યા છે, તો બીજી તરફ દારૂબંધી હટાવ્યાના 48 કલાકમાં ગિફ્ટ સિટી ક્લબના સભ્યોની સંખ્યામાં 107 નવા લોકો જોડાયા છે. ગિફ્ટ સિટીના સભ્ય બનવા માટે, ફી 7 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

અત્યાર કેટલી છે ક્લબના સભ્યોની સંખ્યા?

ક્લબના સભ્યપદ માટેના કોલ્સની સંખ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં મેમ્બરશિપમાં પણ વધારો થવાની આશા છે. અત્યાર સુધી ક્લબમાં મેમ્બરશીપથી 7.49 કરોડ રૂપિયાની કમાણી માત્ર 2 દિવસમાં થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ગિફ્ટસિટી ક્લબના સભ્યોની સંખ્યા 2300 સુધી પહોંચી ગઈ છે.

ADVERTISEMENT

નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવા અને પીવાની મંજૂરી આપવાની જાહેરાત કરી છે. આ પછી, સુરત, રાજકોટ અને અન્ય શહેરોના કોમર્શિયલ સેન્ટરો અને બિઝનેસ હબમાં પણ આવી છૂટની માંગ વધી રહી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા સરકારના આ નિર્ણયને ગેમ ચેન્જર ગણવામાં આવી રહ્યો છે. નિષ્ણાંતોને આશા છે કે, દારૂબંધીને કારણે ઘણી વિદેશી કંપનીઓ ગુજરાતમાં જતી નહોતી, પરંતુ હવે ગુજરાતના ગિફ્ટ સિટીમાં વાઇન અને ડાઈનની સુવિધા હોવાથી ગિફ્ટ સિટીને ‘લિફ્ટ’ મળી શકશે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT