અકસ્માતના બહાને લૂંટ કરવાનો અમદાવાદમાં ટ્રેન્ડ, ‘મને પગમાં વાગ્યું છે’ કહીને ગઠિયાઓ શિક્ષકના 14 લાખ ઉઠાવી ફરાર
Ahmedabad News: અમદાવાદમાં અકસ્માતના બહાને ચોરી કરતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે શહેરમાં વધુ એક આવો બનાવ સામે આવ્યો છે. જેમાં અકસ્માતના…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદમાં અકસ્માતના બહાને ચોરી કરતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે શહેરમાં વધુ એક આવો બનાવ સામે આવ્યો છે. જેમાં અકસ્માતના બહાને બે ગઠિયાઓ 14 લાખ રૂપિયાની ચોરી કરીને પલાયન થઈ જતાં ચકચાર મચી ગઈ છે.
દીકરી પાસેથી મંગાવ્યા હતા 14 લાખ રૂપિયા
મળતી માહિતી અનુસાર, નિકોલ વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્રભાઈ જોષી શિક્ષક તરીકે નોકરી કરે છે, જ્યારે તેમનો દીકરો મરી-મસાલાના ટ્રેડિંગની ઓફિસ ધરાવે છે. ગઈકાલે સવારે દીકરાને રૂપિયાની જરૂર હોવાથી ભૂપેન્દ્રભાઈએ તેમની બહેન પાસે આંગડિયા પેઢી મારફતે રૂપિયા 14 લાખ રૂપિયા મંગાવ્યા હતા. જેથી ભૂપેન્દ્રભાઈ 11.30 વાગ્યાની આસપાસ બાપુનગર ખાતે આવેલી વી.પી આંગડિયા પેઢીમાંથી રૂપિયા 14 લાખ લઈને એક્ટિવાની ડેકીમાં મૂકીને ભૂરેન્દ્રભાઈ બાપુનગરથી વિરાટનગર ચાર રસ્તા થઈને ઓઢવ તરફ જઈ રહ્યા હતા.
‘મને વાગ્યું છે તમે આગળ આવો’
આ દરમિયાન 12.00 વાગ્યાની આસપાસ સોનીની ચાલી પાસે એક બાઈકચાલક તેમની નજીક આવ્યો હતો. બાઈક ચાલકે ભૂપેન્દ્રભાઈને કહ્યું હતું કે હું હોર્ન મારું છો તમે કેમ સાંભળતા નથી, મને પગમાં વાગ્યું છે તમે આગળ આવો. જે બાદ ભૂપેન્દ્રભાઈ એક્ટિવા ઊભું રાખીને બાઈક ચાલક સાથે વાતચીત કરવા ગયા. જે બાદ તેઓ એક્ટિવા લઈને ચિલોડા ખાતે આવેલી તેમના દીકરાની ઓફિસે ગયા હતા.
ADVERTISEMENT
ડેકીમાંથી 14 લાખ ગાયબ
જ્યાં તેમણે એક્ટિવાની ડેકી ખોલી તો ડેકીમાંતી 14 લાખ રૂપિયા ગાયબ હતા. જે બાદ તેઓને શંકા ગઈ કે બાઈકચાલકે તેમને વાતોમાં રાખીને કોઈ બીજો ગઠિયો કરામત કરીને ડેકીમાંથી રૂપિયા ઉઠાવી ગયો. હાલ ભૂપેન્દ્રભાઈએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી છે. ઓઢવ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT