ફ્રાંસથી ડિપોર્ટ કરાયેલા વિમાનમાં 66 ગુજરાતીઓ હતા, એજન્ટ સાથે 60-80 લાખમાં અમેરિકા પહોંચવાની ડીલ કરી હતી
Ahmedabad News: તાજેતરમાં ફ્રાંસમાંથી માનવ તસ્કરીના કૌભાંડનો સ્ફોટક ખુલાસો થતા ખળભળાટ મચી ગયો હતો. દુબઈની ખાનગી કંપનીની ફ્લાઈટમાં ગેરકાયદેસર રીતે નિકારાગોવાના રૂટ થઈને અમેરિકામાં જવા…
ADVERTISEMENT
Ahmedabad News: તાજેતરમાં ફ્રાંસમાંથી માનવ તસ્કરીના કૌભાંડનો સ્ફોટક ખુલાસો થતા ખળભળાટ મચી ગયો હતો. દુબઈની ખાનગી કંપનીની ફ્લાઈટમાં ગેરકાયદેસર રીતે નિકારાગોવાના રૂટ થઈને અમેરિકામાં જવા નીકળેલી ફ્લાઈટને ફ્રાંસમાં અટકાવી દેવાઈ હતી. જેમાં 303 પ્રવાસીઓ હતા. જેમાં ફ્રાન્સથી ડિપોર્ટ થયેલા ભારતના 260 મુસફરોના લિસ્ટમાં 66 ગુજરાતીઓ હોવાની માહિતી પોલીસને મળી છે. જેમના પાસપોર્ટ નંબર મેળવીને CID ક્રાઈમ દ્વારા આ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી.
60થી 80 લાખમાં અમેરિકા જવાની ડીલ થઈ
ફ્રાંસથી પરત ફરેલા 66 ગુજરાતીઓ મહેસાણા, ગાંધીનગર, આણંદ અને અમદાવાદ જિલ્લાના હતા. આથી પોલીસ તેમના ઘરે પહોંચીને પૂછપરછ કરી હતી. જેમાં ખુલાસો થયો હતો કે, મોટાભાગના વ્યક્તિઓ 8થી 12 ધોરણ સુધી જ ભણેલા હતા અને અમેરિકા ગેરકાયદેસર રીતે જવા 60થી 80 લાખમાં લોકલ એજન્ટ મારફતે દુબઈથી નિકારાગોવા જવા નીકળ્યા હતા. અહીંથી એજન્ટના માણસો જ તેમને અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવવાના હતા. એજન્ટોએ લોકોને ફસાવવા માટે અમેરિકા પહોંચ્યા બાદ જ પૈસા આપવાની વાત કરી હતી.
15 એજન્ટના પોલીસને નામ મળ્યા
આટલું જ નહીં પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે, અમદાવાદથી દુબઈ તથા નિકારાગોવા સુધીની ફ્લાઈટની ટિકિટના પૈસા પણ એજન્ટોએ જ આપ્યા હતા. અમેરિકા ગેરકાયેસર રીતે જતા આ વ્યક્તિઓએ એજન્ટોને રૂ.1000થી 3000 ડોલર આપ્યા હતા. મુસાફરોની પૂછપરછમાં 15 જેટલા એજન્ટોના નામ અને મોબાઈલ નંબર મળી આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા દુબઈથી નિકારાગોવાના વિઝા કેવી રીતે મેળવ્યા, કિટિકના પૈસા કઈ રીતે ચૂકવાયા. તથા લેજેન્ડ એરવેઝની ફ્લાઈટ કોણે બુક કરી હતી? સહિતની બાબતે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT