અમદાવાદમાં વધુ એક ઠગ મળ્યો, પત્ની સામે NIA અધિકારીનો રોફ મારી ઓફિસ બતાવવા લઈ ગયો અને પકડાયો
અમદાવાદ: અમદાવાદમાંથી હવે વધુ એક મહાઠગ સામે આવ્યો છે. ગાંધીનગરમાં રહેતા અને અમરેલી મૂળના યુવકનની ધરપકડ કરીને સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ યુવક…
ADVERTISEMENT
અમદાવાદ: અમદાવાદમાંથી હવે વધુ એક મહાઠગ સામે આવ્યો છે. ગાંધીનગરમાં રહેતા અને અમરેલી મૂળના યુવકનની ધરપકડ કરીને સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ યુવક એસ,જી હાઈવે પર આવેલી NIAની ઓફિસમાં પોતે અધિકારી હોવાનું પરિવારને જણાવીને પત્નીને ઓફિસમાં લઈ ગયો હતો. પત્નીને બહાર કારમાં બેસાડીને તે ઓફિસમાં ગયો, જ્યાં અધિકારીઓને શંકા જતા યુવકનો ભાંડો ફૂટી ગયો હતો. સાથે જ તેની પાસેથી 3 નકલી આઈકાર્ડ મળી આવ્યા હતા.
વિગતો મુજબ, ગુજરાત ATSની કચેરી ખાતે NIA કચેરીના અધિકારી એક વ્યક્તિને પકડીને લાવ્યા હતા. જેમાં યુવકે પોતે NIA ઓફિસર હોવાની ઓળખ આપી હતી. અધિકારીઓને શંકા જતા તેને ATS ખાતે લઈ આવી અને પૂછપરછ કરતા યુવકે પોતાનું નામ ગુંજન હોવાનું અને પોતે અમરેલીનો વતની હોવાનું જણાવ્યું હતું. યુવકની તપાસમાં ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંડરટેકિંગ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીનું કાર્ડ મળ્યું હતું. આ કાર્ડમાં ગુંજન કાંતિયા રેન્ક સબ ઈન્સ્પેક્ટર હોવાનું લખ્યું હતું.
સાથે યુવક પાસેથી અન્ય બે આઈકાર્ડ મળ્યા હતા. જેમાં એક ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ લખ્યું હતું. તો અન્ય કાર્ડ ગવર્મેન્ટ ઓફ ગુજરાત રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ લખેલું હતું. યુવકની પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે અલગ અલગ કચેરીઓમાં જવા માટે આ આઈકાર્ડનો ઉપયોગ કરતો હતો અને સરકારી વિશ્રામ ગૃહમાં રોકાતો હતો.
ADVERTISEMENT
ગત 1લી ઓગસ્ટના રોજ યુવક તેની પત્નીને NIAમાં નોકરી કરતો હોવાનું બતાવવા ગાડી લઈને આવ્યો અને પત્નીને કારમાં બેસાડી ઓફિસ જઈને આવું છે તેમ કહ્યું હતું. યુવક NIA કચેરીમાં જતા જ તેણે પોતાનું આઈકાર્ડ બતાવ્યું. જોકે અધિકારીને શંકા જતા તે પકડાઈ ગયો હતો. પૂછપરછમાં યુવકે ઓનલાઈન વેબસાઈટથી અલગ-અલગ લોકો મેળવી કોમ્પ્યુટરમાં કાર્ડ બનાવ્યા હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT