દારૂબંધી છતાં નબીરાઓ સુધી કેવી રીતે પહોંચી જાય છે દારૂ? વરિષ્ઠ પત્રકારે કહ્યું-‘ગુજરાતમાં પોલીસ જ…’
અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત બાદ શહેર પોલીસ અચાનક એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરભરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ચલાવવામાં આવી…
ADVERTISEMENT
અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત બાદ શહેર પોલીસ અચાનક એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરભરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. રવિવારે રાત્રે જ શહેરના મણીનગર વિસ્તારમાં બેફામ બનેલા નબીરાએ દારૂના નશામાં કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. છેલ્લા 3 દિવસની જ વાત કરીએ તો પોલીસના આંકડા મુજબ, માત્ર અમદાવાદ શહેરમાં જ ડ્રિંક એન્ડ ડ્રાઈવના 16 જેટલા કેસ નોંધવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે સવાલ થાય છે કે જે ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી છે ત્યાં આટલો દારૂ આવે છે જ ક્યાંથી?
સરકારી આંકડા પર નજર કરીએ તો સરકારે વિધાનસભામાં જણાવ્યા મુજબ, છેલ્લા 1 વર્ષમાં ગુજરાત પોલીસે 230 કરોડથી વધુનો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે, જ્યારે 6000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ પણ પકડાયું છે. યુવાધનને નશાના રવાડે ચડાવતા આ દૂષણોથી બચાવવા પોલીસની કાર્યવાહી છતા રાજ્યમાં દારૂ પીને નબીરાઓ પકડાઈ રહ્યા છે. ત્યારે આ મામલે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર સુજલ દવે સાથે ચર્ચા દ્વારા આ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT