અમદાવાદમાં એરોનોટિકલ એન્જિનિયર મોજશોખ પૂરા કરવા ચોર બન્યો, 6 મહિનામાં 17 વાહનો ચોર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અમદાવાદમાં વાહન એરોનોટિકલ એન્જિનિયર વાહન ચોરીના ગુનામાં ઝડપાયો છે. અભ્યાસ બાદ યુવક મોજશોખ પૂરા કરવા માટે વાહન ચોરી કરવાનું શરૂ કર્યું હતું. 6 મહિનામાં જ યુવકે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 17 જેટલા ટુ-વ્હીલર ચોરી કર્યા હતા. ચોરીના વાહન વેચે તે પહેલા જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

કેવી રીતે ઉકેલાયો ચોરીનો ભેદ?
નારણપુરા વિસ્તારમાં વાહન ચોરીના અલગ અલગ પાંચ ગુના નોંધાયા હતા. તમામ વાહન ચોરીમાં એક વાત સામાન્ય હતી કે, એક્ટિવા ચોરી થયું ત્યારે વાહનમાં ચાવી હતી. આ અંગે તપાસ કરતા અલગ અલગ ચોરી સમયે એક જ યુવકની હાજરી ત્યાં દેખાતી હતી અને એક જ યુવક ચોરી કરતો હતો. જેથી પોલીસે તે યુવકની શોધખોળ શરૂ કરી હતી. નારણપુરા પોલીસે બાતમીના આધારે મેમનગરના ઉંમગ વાછાણી નામના યુવકની ધરપકડ કરી હતી.

અભ્યાસ બાદ બેકાર હતો યુવક
પૂછપરછમાં ઉંમગે જણાવ્યું કે તે માત્ર 22 વર્ષનો છે અને તેણે એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આરોપી અભ્યાસ બાદ મોજશોખ પૂરા કરવા માટે સાંજના સમયે વાહન ચોરી કરવાનું શરૂ કર્યું હતું. ચોરી કરેલા વાહનો તે શોપિંગ કોમ્પલેક્ષ કે મોલમાં મૂકી દેતો અને આ વાહનોને વેચવાના પ્રયાસમાં હતો. જોકે આ પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આરોપી ઉંમરે અમદાવાદના નારણપુરા, વાડજ, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી અને સેટેલાઈટ સહિતના વિસ્તારોમાંથી 17 જેટલા એક્ટિવાની ચોરી કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT