અમદાવાદમાં પહેલીવાર સાઈબર ક્રાઈમનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો, FIR ન કરવા 10 લાખ માંગ્યા હતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: અમદાવાદમાં પહેલીવાર સાઈબર ક્રાઈમના પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. લોન અપાવવાનું કામ કરતા વેપારી સામે છેતરપિંડીની FIR ન નોંધવા માટે સાઈબર ક્રાઈમના કોન્સ્ટેબલે પૈસાની માગણી કરી હતી. આ માટે અગાઉ 7 લાખ આપી દીધા હતા. બાકીના 3 લાખની રકમ લેવા જતા તેઓ પકડાઈ ગયા હતા.

30 હજારની છેતરપિંડીની FIR ન લખવા માગ્યા પૈસા

વિગતો મુજબ, અમદાવાદના વેપારી લોન અપાવવાનું કામ કરે છે. તેમની પાસે એક બે વ્યક્તિએ લોન માટે પ્રોસેસ કરતા બેંક એકાઉન્ટ ખોલાયા હતા. આ માટે 15-15 હજારની પ્રોસેસિંગ ફી લેવાઈ હતી. જોકે લોન રિજેક્ટ થતા બંનેએ પૈસા પાછા માગ્યા હતા. જે વેપારીએ ન આપતા તેના વિરુદ્ધ સાઈબર ક્રાઈમમાં અરજી થઈ હતી. બાદમાં સાયબર ક્રાઈમના કોન્સ્ટેબલ હરદીપસિંહ પરમારે વેપારીને બોલાવીને તેમના વિરુદ્ધની અરજી પર FIR ન કરવા અને ફ્રી થયેલું એકાઉન્ટ શરૂ કરવા રૂ.10 લાખની માગણી કરી હતી. વેપારીએ રૂ.7 લાખ આપી દીધા બાદમાં રૂ.3 લાખ આપવા ન માગતા હોવાથી ACBને ફરિયાદ કરી હતી.

3 લાખ લેતા ACBના છટકામાં પકડાયો

બાદમાં ACBએ છટકું ગોઠવીને કોન્સ્ટેબલને શાહીબાગમાં ટેલિફોન એક્સચેન્જ બસ સ્ટેન્ડ પાછળ બોલાવ્યા હતા અને રૂ.3 લાખ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. અમદાવાદમાં પહેલીવાર સાયબર ક્રાઈમના કોન્સ્ટેબલ આ રીતે લાંચ લેતા ઝડપાયા છે.

ADVERTISEMENT

‘ઉપરથી નીચે સુધી બધાનો હિસ્સો છે’

ખાસ વાત એ છે કે કોન્સ્ટેબલે વેપારી પાસે આ 10 લાખની માગણી કરી હતી અને કહ્યું હતું કે, આ પૈસા મારા એકલાના નથી. ઉપરથી નીચે સુધી આમા તમામ અધિકારીઓનો હિસ્સો છે. ત્યારે હવે ACBએ આ કામમાં અન્ય કોઈ સામેલ હતું તેને લઈને પણ તપાસ શરૂ કરી છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT