અનલિમિટેડ પિઝા તમને હોસ્પિટલ પહોંચાડશે! રાણીપ-વસ્ત્રાલના બે પિઝા આઉટલેટમાં ઈયળ નીકળી
Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવાર બહારના ભોજનમાં જીવાત નીકળવાનો મામલો સામે આવ્યો છે. લારી-ગલ્લાઓ નહીં પરંતુ મોટી-મોટી જાણીતી હોટલોમાં પણ બેદરકારી સામે આવી રહી છે.…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવાર બહારના ભોજનમાં જીવાત નીકળવાનો મામલો સામે આવ્યો છે. લારી-ગલ્લાઓ નહીં પરંતુ મોટી-મોટી જાણીતી હોટલોમાં પણ બેદરકારી સામે આવી રહી છે. અમદાવાદમાં વસ્ત્રાલમાં આવેલા બ્રિટિશ પિઝાના સલાડમાં તો રાણીપમાં રિયલ પેરરિકાના બર્ગરમાં ઈયળ નીકળી હોવાના વીડિયો સામે આવ્યા છે. તો ગુરુકુળમાં પણ ફૂડમાંથી વંદો નીકળવાની ઘટના બની છે.
બ્રિટિશ પિઝામાં નીકળી ઈયળ
વસ્ત્રાલમાં રિંગ રોડ પર આવેલા બ્રિટિશ પિઝા સેન્ટરમાં ગ્રાહક જમવા માટે ગયો હતો. ત્યારે સલાડમાં ઈયળ ફરતી જોવા મળી હતી. આથી ગ્રાહકે તેનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. તો રાણીપમાં પણ રિયલ પેપરિકામાં ગ્રાહકને બર્ગરમાંથી ઈયલ નીકળી હતી. જે બાદ ગ્રાહકમાં રોષ જોવા મળ્યો હતો અને તેણે ઈયળ સાથેના બર્ગરની તસવીર પણ કેમેરામાં ક્લિક કરી હતી.
ચાઈનીઝ ભેળમાં વંદો
આટલું જ નહીં અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં પણ ફૂડમાંથી વંદો નીકળવાની ઘટના બની છે. શિવમ સ્નેક્સ નામની રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકે ચાઈનીઝ ભેળનો ઓર્ડર કર્યો હતો. જેમાં ભેળમાંથી વંદો નીકળ્યો હતો, જેનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
સવાલ એ થઈ રહ્યો છે કે, ગ્રાહકો પાસેથી પૈસા લઈને તેમને જીવાંતવાળું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. એક બાદ એક આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે ફૂડ વિભાગ આવા લોકો સામે કડક પગલાં ભરીને દાખલો બેસાડે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે.
ADVERTISEMENT