‘શિસ્તબદ્ધ પાર્ટીના કાંડ અને કારનામા બહાર આવે છે’, ભાજપની આંતરિક ટાંટિયાખેંચ પર કોંગ્રેસનો કટાક્ષ
અમદાવાદ: જામનગરમાં લાખોટા તળાવ ખાતે મહાનગરપાલિકાના કાર્યક્રમમાં જાહેરમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે ઉગ્ર બોલચાલીની ઘટના સામે આવી છે.…
ADVERTISEMENT
અમદાવાદ: જામનગરમાં લાખોટા તળાવ ખાતે મહાનગરપાલિકાના કાર્યક્રમમાં જાહેરમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે ઉગ્ર બોલચાલીની ઘટના સામે આવી છે. ઘટના અંગે એક બાજુ રિવાબા જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ સાંસદ પૂનમ માડમે આપેલા એક નિવેદનના કારણે સમગ્ર મુદ્દો બન્યો હોવાનું કહે છે. તો જામનગરના મેયર ઘટના પર કંઈ બોલી રહ્યા નથી અને તેને આંતરિક વાત કહે છે. ત્યારે હવે કોંગ્રેસે આ મામલે ભાજપ પર કટાક્ષ કર્યો છે. તો કોંગ્રેસ નેતા અમિત નાયકે પણ ટ્વીટ કરીને કટાક્ષ કર્યો છે.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીમાં કાંડ અને કારનામાં બહાર આવે છે. ચૂંટણીમાં જનપ્રતિનિધિની વાત કરવાની અને ત્યારવાદ પ્રતિનિધિઓ ઝઘડી રહ્યા છે. જામનગરની ઘટના માત્ર જામનગરની નથી પરંતુ કાવા, દાવા વચ્ચે વર્ચસ્વની છે. જામનગર ખાડાબાદ થયું છે એની લડત નથી. આ પ્રતિનિધિઓ જામનગરની જનતા માટે લડાઈ નથી લડતાં, સત્તા, સુવિધા અને વર્ચસ્વ માટે ખુલ્લેઆમ મહિલા પ્રતિનિધિઓ લડી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, જામનગરની જનતા અવાજ ઉઠાવવા જાય તો 144નું જાહેરનામું લાગુ કરાય છે. જનપ્રતિનિધિઓની લડતમાં જામનગરની જનતા પીડાય છે. કોર્પોરેશનમાં ચાલતા કોન્ટ્રાક્ટ અને કટકીના કારણે વર્ચસ્વની લડત વધુ લાગે છે.
જ્યારે કોંગ્રેસના નેતા ડો. અમિત નાયકે ટ્વીટ કરીને લખ્યું, @BJP4Gujarat માં હવે બા vs બહેનની આંતરિક લડાઈ. ભાજપા નેતાઓમાં સત્તાનાં અહંકાર અને આંતરિક જૂથબંધી એ શિસ્તબધ્ધ પક્ષનાં લીલે લીરા ઉડાવ્યા. આજે ફરી એકવાર આત્મારામનું ધોતિયાકાંડ, સંજય જોશી સીડીકાંડ, કચ્છ ની મીઠી ખારેકકાંડ, માનશી જોશી જાસૂસીકાંડ પ્રદીપસિંહ વિરૂધ્ધ પત્રિકાકાંડની યાદ અપાવી.
નોંધનીય છે કે, ઘટના પર પ્રતિક્રિયા આપતા રિવાબાએ કહ્યું, જામનગરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો. એમાં MP મેડમે પહેલા ટ્રિબ્યૂટ આપવાનું થયું એમાં તેમણે ચપ્પલ પહેરેલા હતા. પછી મારો વારો આવ્યો એટલે મેં પોતે ચપ્પલ ઉતારી શહીદોને શ્રદ્ધાંજલિ આપી. મારા પછી કોર્પોરેશનના લોકોએ પણ આ રીતે કર્યું. અમે સાઈડમાં ઊભા હતા. ત્યારે MPએ ટિપ્પણ કરી કે, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમમાં ચપ્પલ ઉતારતા નથી. પણ અમુક ભાન વગરના લોકો ઓવરસ્માર્ટ થઈને ચપ્પલ કાઢે છે. આવા કાર્યક્રમમાં તેમની આ ટિપ્પણી મને માફક ન આવી. એક સેલ્ફ રિસ્પેક્ટના ભાગ રૂપે મેં જવાબ આપ્યો હતો.
મેયરને કેમ કહ્યું, ઔકાતમાં રહેજો…
તેમણે વધુમાં કહ્યું કે, મેયર આ સમગ્ર ઘટનામાં ક્યાંય નહોતા. પરંતુ તેઓ MPની ફેવર લઈને મારી સાથે જોર જોરથી મારા મોઢા પર વાત કરતા હતા. એટલે સેલ્ફ રિસ્પેક્ટ જાળવવા માટે જ મારે તેમને ઓકાતમાં રહેવાનું કહેવું પડ્યું. તેમનું આ મેટરમાં કોઈ વાત નહોતી છતા વચ્ચે પડ્યા અને બોલ્યા એટલે મારે કહેવું પડ્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT