Chandrayaan-3 મિશનની સફળતા પર ગુજરાત જશ્નમાં ડૂબ્યૂં, ઠેર-ઠેર આતશબાજી કરીને મિઠાઈ વહેંચાઈ
Chandrayaan-3: ISRO એ ચંદ્ર પર ત્રિરંગો લહેરાવી દીધો છે. હવે બાળકો માત્ર ચંદ્રને મામાના ઘર તરીકે દુરથી નહી પરંતુ ચંદ્ર પર જઇને જોઇ શકશે. Chandrayaan-3…
ADVERTISEMENT
Chandrayaan-3: ISRO એ ચંદ્ર પર ત્રિરંગો લહેરાવી દીધો છે. હવે બાળકો માત્ર ચંદ્રને મામાના ઘર તરીકે દુરથી નહી પરંતુ ચંદ્ર પર જઇને જોઇ શકશે. Chandrayaan-3 દ્વારા ભારતે સફળતાનો ઝંડો ચંદ્ર પર પણ લહેરાવી દીધો છે. આ સફળતા પ્રાપ્ત કરનારો ભારતનો વિશ્વનો ચોથો દેશ બની ચુક્યો છે. ત્યારે ISROની આ અદ્વિતીય સફળતા પર દેશભરમાં ઉજવણીનો માહોલ છે. ગુજરાતમાં પણ ફટાકડા ફોડીને ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.
ISROની સફળતા પર ગુજરાતમાં જશ્ન
ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પોતાના નિવાસ્થાને નિહાળ્યું હતું અને ભારતની આ વિશેષ સિદ્ધિ માટે ભારતના વૈજ્ઞાનિકો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તો મોરારિ બાપુએ પણ તલગાજરડાથી ચંદ્રયાન-ના સફળ લેન્ડિંગની ઉજવણી કરી હતી. કોંગ્રેસના શક્તિસિંહ ગોહીલે પણ શુભકામના પાઠવી હતી. AAPના ઈસુદાન ગઢવીએ પણ વીડિયો દ્વારા ISROની સફળતા પર શુભકામના પાઠવી હતી.
ADVERTISEMENT
ઠેર-ઠેર આતશબાજી
તો ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. વડોદરામાં પણ ચંદ્રયાન મિશનની સફળતા પર ફટાકડા ફોડીને મિઠાઈ વહેંચવામાં આવી હતી. જામનગરના વ્યાપારીઓ દ્વારા ચાંદી બજારના ચોકમાં ફટાકડા ફોડ્યા હતા. અરવલ્લીમાં પણ ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડ્યા હતા. તો સાબરકાંઠામાં પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT