Gandhinagar News: મોસાળે જમણ અને મા પીસરનાર! કેન્દ્ર સરકારે બિપોરજોય અને અતિવૃષ્ટિમાં ગુજરાતને એક રૂપિયો સહાય ન આપી
Gandhinagar News: ગુજરાતમાં ચૂંટણી સમયે ભાજપ દ્વારા અનેક વખતે ‘મોસાળે જમણ અને મા પીરસનારી’ કહેવત કહીને કેન્દ્ર સરકારના ગુજરાત પ્રત્યે સહકારનો દાવો હોવાનું કહેવાય છે.…
ADVERTISEMENT
Gandhinagar News: ગુજરાતમાં ચૂંટણી સમયે ભાજપ દ્વારા અનેક વખતે ‘મોસાળે જમણ અને મા પીરસનારી’ કહેવત કહીને કેન્દ્ર સરકારના ગુજરાત પ્રત્યે સહકારનો દાવો હોવાનું કહેવાય છે. જોકે કેન્દ્ર સરકારે બિપોરજોય વાવાઝોડા અને અતિવૃષ્ટિ માટે થયેલા નુકસાન પટેલે ગુજરાતને એક પણ રૂપિયો ચૂકવ્યો નથી.
તૌકતે વાવાઝોડામાં માગેલ સહાયથી ઓછી રકમ ફાળવાઈ
દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ, વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરાકારે કહ્યું હતું કે, 31 જુલાઈ 2023 સુધીમાં કેન્દ્ર તરફથી માત્ર તૌકતે વાવાઝોડામાં સહાય મળી છે. 2022માં રાજ્ય સરકારે અતિવૃષ્ટિમાં સહાય માટે 152.99 કરોડની માંગણી કરી હતી, જેની સામે એકપણ રૂપિયો સહાય અપાઈ નથી. તો વર્ષ 2021માં આવેલા તૌકતે વાવાઝોડામાં 2448 કરોડની માણગી સામે કેન્દ્રએ અગાથી જ 1 હજાર કરોડ ફાળવ્યા હતા.
બિપોરજોયથી નુકસાની માટે હજુ નથી મળી સહાય
આ પછી 2023માં આવેલા બિપોરજોય વાવાઝોડામાં નુકસાન માટે 13 જુલાઈ 2023ના રોજ પત્ર લખીને 700 કરોડની માગણી કરવામાં આવી હતી. જોકે આ માટે હજુ સુધી એકપણ રૂપિયો સહાય ચૂકવવામાં આવી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT