અમદાવાદમાં ફરી એકવાર તેજ રફ્તારનો કહેરઃ બોપલ BRTS રૂટમાં ધડામ દઈને રેલિંગ સાથે અથડાઈ મર્સિડિઝ કાર, ચાલક ફરાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: અમદાવાદના ઈસ્કોનબ્રિજ પર થોડા મહિના અગાઉ નબીરા તથ્ય પટેલે સર્જેલા ગોઝારા અકસ્માતની શાહી હજુ સુધી સુકાઈ નથી ત્યાં અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં મોડી રાતે અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

મોંઘીદાટ મર્સિડિઝ કારનો અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના બોપલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે કારચાલકે બીઆરટીએસ રૂટ પર મોંઘીદાટ મર્સિડિઝ કાર ફૂલ સ્પીડમાં ચલાવીને રેલિંગ સાથે અથડાવી દીધી હતી. હરિયાણા પાર્સિંગની મર્સિડિઝ કાર (HR 72B 4050)ના આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

અકસ્માત બાદ કારચાલક ફરાર

આ અકસ્માતને કારણે કારના આગળના ભાગનો ભુક્કો બોલાઈ ગયો હતો. તો બીજી બાજુ બીઆરટીએસ રૂટની રેલિંગ પણ તૂટી ગઈ હતી. જોકે, અકસ્માત સર્જાયા બાદ કારચાલક કાર મૂકીને નાસી છૂટ્યો હતો. આ અંગેની જાણ થતાં જ બોપલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.

ADVERTISEMENT

અમદાવાદ-બગોદરા હાઈવે પર સર્જાયો હતો અકસ્માત

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ અમદાવાદ-બગોદરા હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માતમાં 2 યુવકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. તો અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદના બાવળાના ગામ્ય વિસ્તારમાં રહેતા ચાર મિત્રો કાર લઈને હોટલમાં જમવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ-બગોદરા હાઈવે પર રોયકા ચોકડી પાસે અજાણ્યા વાહને તેમની કારને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 4 યુવકો પૈકી 2 યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા.

    follow whatsapp

    ADVERTISEMENT