Breaking: પોલીસ સાથે ગેરવર્તણૂક કેસમાં BJP ધારાસભ્ય હાર્દિક પટેલને કોર્ટમાંથી રાહત નહીં
Hardik Patel News: પાટીદાર અનામત આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂંક મામલે થયેલા કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને કોર્ટમાંથી રાહત નથી મળી. અમદાવાદ…
ADVERTISEMENT
Hardik Patel News: પાટીદાર અનામત આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂંક મામલે થયેલા કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને કોર્ટમાંથી રાહત નથી મળી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં MLA હાર્દિક પટેલ દ્વારા કેસમુક્ત થવા માટે અરજી કરવામાં આવી હતી. જે કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી નથી.
હાર્દિક પટેલ સહિત 9 લોકો સામે હતી ફરિયાદ
પાટીદાર અનામત આંદોલન સમયે ધારાસભ્ય હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. વર્ષ 2018માં હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે પોલીસ સાથે ગેરવર્તણૂક કરવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાંથી મુક્ત થવા તેમણે ગ્રામ્ય કોર્ટમાં અરજી કરતા કોર્ટ દ્વારા મૌખિક હુકમ કરવામાં આવ્યો હતો અને અરજી ગ્રાહ્ય રાખવામાં આવી નહોતી. એવામાં આગામી દિવસોમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT