ભાજપમાં વધુ એક મોટા નેતાનું રાજીનામું પડ્યું, આંતરિખ વિખવાદમાં ગુમાવ્યું સંગઠનમાંથી પદ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Politics: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં વધુ એક મોટા નેતાનું રાજીનામું પડી ગયું છે. એક બાદ એક આંતરિખ વિખવાદની વચ્ચે મોટા નેતાનું અચાનક રાજીનામું પડતા મોટો ખળભળાટ મચી ગયો છે. ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું છે. અચાનક પંકજ ચૌધરીના રાજીનામાંથી અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. જોકે રાજીનામાં મામલે હજુ સુધી તેમની પ્રતિક્રિયા સામે આવી નથી.

પંકજ ચૌધરી મહેસાણાના વતની

ગુજરાતમાં ભાજપના મંત્રી પંકજ ચૌધરી મહેસાણાના વતની છે અને યુવા ભાજપના પ્રભારી તરીકે પણ સેવા આપતા હતા. ત્યારે તેમના રાજીનામાં બાદ રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું તે પણ સવાલ થઈ રહ્યો છે. ખાસ છે કે લોકસભા ચૂંટણી પહેલા જ એક બાદ એક ભાજપમાં વિખવાદ સામે આવી રહ્યા છે. સુરતમાં પત્રિકા કાંડ સામે આવ્યા બાદ મોટો વિવાદ થયો હતો અને આ મામલે પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું આપી દીધું હતું.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT