લ્યો બોલો...હવે અમદાવાદમાં સ્મશાનની ભઠ્ઠી નીચે જ મળ્યો દારૂનો અડ્ડો

ADVERTISEMENT

CNG ભઠ્ઠીના ભોયરામાં દારૂનો જથ્થો છુપાવ્યો
BJP Contractor
social share
google news

Ahmedabad News: અમદાવાદના હાટકેશ્વર સ્મશાનમાંથી પોલીસે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહને ચલાવવાનો પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા અને ખોખરા વોર્ડનો ભાજપનો અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ અક્ષય વેગડની 1800 બોટલ સાથે પોલીસે ધરપકડ કરી છે. 

CNG ભઠ્ઠીના ભોયરામાં દારૂનો જથ્થો છુપાવ્યો

અક્ષય વેગડ અને તેનો ભાઈ રાજન વેગડ CNG ભઠ્ઠીના ભોયરામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખતા હતા. પોલીસે 2.62 લાખનો વિદેશી દારૂ અને 11,000નો બિયર કબજે કરી અક્ષય વેગડ અને એક સગીરની ધરપકડ કરી છે.

કોન્ટ્રાક્ટર અને તેનો ભાઈ દારૂનું વેચાણ કરતા

મળતી માહિતી મુજબ, ખોખરા પોલીસને બાતમી મળી હતી કે, હાટકેશ્વર સ્મશાન ગૃહમાં આવેલી CNG ભઠ્ઠીમાં કેટલોક દારૂનો જથ્થો સંતાડવામાં આવેલો છે. સ્મશાનમાં જ રહેતા અને પેટા કોન્ટ્રાક્ટ ધરાવતો અક્ષય વેગડ દ્વારા ત્યાં દારૂ ઉતારી અને વેચાણ કરવામાં આવે છે. જેના પગલે પોલીસે દરોડો પાડતા CNG ભઠ્ઠીમાંથી 1803 જેટલી વિદેશી દારૂની બોટલ અને 98 બિયરના ટીન મળી આવ્યા હતા. 

ADVERTISEMENT

પોલીસે સ્થળ પરથી અક્ષય વેગડ અને એક સગીરની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, અક્ષય અને તેનો ભાઈ બહારથી વિદેશી દારૂ લાવી અને સ્મશાન ગૃહમાં સંતાડી દેતા હતા અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હતા.ભાજપ નેતા સાથે અક્ષય વેગડે સોશિયલ મીડિયોમાં મુકેલી તસવીર.
 

    follow whatsapp

    ADVERTISEMENT