ભરૂચમાં કરોડોના દાગીના લૂંટી અમદાવાદમાં છૂપાયા હતા શખ્સો, દેવું ચુકવવા કર્યું આવું પ્લાનીંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં આસ્ટોડિયા વિસ્તારમાં છૂપાયેલા કેટલાક શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે જેઓ ભરૂચમાં થયેલી કરોડોની લૂંટમાં સંડોવાયેલા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસને જાણવા મળ્યું હતું કે, ભરૂચના નબીપુર બ્રીજ પાસેથી સોનાના વેપારીના કરોડોના દાગીના લૂંટી ફરાર થઈ ગયેલા આ શખ્સો આસ્ટોડિયામાં છૂપાયા છે. પોલીસે કરેલી પુછપરછમાં જાણવા મળ્યું કે, શખ્સોએ આ લૂંટ પોતાના દેવા ચુક્તે કરવા માટે કરી હતી. દેવું વધી જવાને કારણે તેમણે આ લૂંટનું પ્લાનીંગ કર્યું હતું.

અગાઉ પણ વેપારીને લૂંટવાનો હતો પણ સફળ ના થયા
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભરૂચમાં થયેલી લૂંટને લઈને મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલામાં દેવ નાગર અને મનોજ સોનાવણે નામના બે શખ્સોની ધરપકડ કર લીધી છે. પુછપરછમાં તેમમે કબુલ્યું કે, આસ્ટોડિયા વિસ્તારમાં રહેતા દેવ નાગરને દેવું વધારે થઈ ગયું હતું. જેના કારણે તેણે આ મામલે પોતાના મિત્ર નિરવ ઉર્ફે રાજુને વાત કરતા નિરવે દેવને એક સોનાના દાગીના લઈને સોની જ્યાં વેચવા જતો હતો તેની રેકી કરવાની જાણકારી આપી હતી. દેવ નાગરે પ્લાનીંગ પ્રમાણે રેકી પણ કરી, જેમાં તેને ખબર પડી કે 22મી તારીખે અમદાવાદથી ગાડીમાં માણેકચોકના એક વેપારી જવાના છે. જેથી તેમને લૂંટવાનો પ્લાન કર્યો હતો. જેને લઈને નિરવે લૂંટમામ મદદ થઈ શકે તેના માટે દેવ અને મનોજ વચ્ચે સંપર્ક કરાવ્યો હતો.

અમદાવાદઃ પ્રેમીને પામવા પત્ની મિલ્ક શેકમાં સ્લો પોઈઝન આપતી હતી પતિને, ભયંકર પ્લાનીંગ

હવે દેવે પોતાના એક જીત રાજપૂત નામના વ્યક્તિ પાસેથી એક દિવસ માટે ગાડી ભાડે લીધી અને વેપારીનો પીછો કર્યો. હવે ભરૂચમાં દેવ અન્ય સહ આરોપી મનોજ, સંદીપ પટેલ, આશિષ વાઘ અને કરણ પટેલને મળ્યો કે જે નાશિકથી લૂંટ માટે અહીં આવ્યા હતા. જોકે 22મીએ તેઓ આ વેપારીને લૂંટવામાં સફળ થયા નહીં. આખરે લૂંટનું પ્લાનીંગ બીજા દિવસ પર ઠેલવાયું હતું. 23મીએ બપોરના ત્રણેક વાગ્યા હશે. ત્યારે તેઓ વેપારીની કારને ઓવરટેક કરીને નબીપુર બ્રિજ નીચે કાર રોકાવી દે છે. ચાકુ અને બંદૂક બતાવી સોનાથી ભરેલી બેગ લઈને ભાગી જાય છે. ઉપરાંત તે બે મોબાઈલ પણ લૂંટી જાય છે. આ સોનું અંદાજે 1.21 કરોડનું હતું. જેમાં 2 લાખ જેટલા રોકડા પણ હતા. તે બધું જ લૂંટાઈ ગયું હતું. પોલીસે પુછતા જાણવા મળ્યું કે આ લૂંટમાં નિરવ અને રાજુએ દેવ નાગરને 3 લાખ રૂપિયા ઉપરાંત અન્ય સાથીઓને 5-5 લાખ આપવાનું નક્કી કર્યું હતું. જોકે આ સમગ્ર મામલામાં હવે પોલીસે મનોજ અને દેવને પકડી પાડ્યા છે. હવે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT