રાજ્યમાંથી 6400 TRB જવાનોને ફરજમાંથી મુક્ત કરાશે, તમામ જિલ્લાના પોલીસ વડાને DGPનો આદેશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Police News: રાજ્યમાં દિવાળી બાદ TRB જવાનો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યાં હાલ ફરજ બજાવતા 9000 TRB જવાનોમાંથી 6400 TRB જવાનોને 3 તબક્કામાં ક્રમશ: છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. DGP વિકાસ સહાય દ્વારા તમામ જિલ્લાના પોલીસ વડાને પત્ર લખીને આ અંગે આદેશ આપવામાં આવ્યો છે.

DGPનો તમામ જિલ્લાના પોલીસ વડાને આદેશ

DGP વિકાસ સહાયના ઓર્ડરમાં કહેવાયું છે કે, ‘રાજ્યમાં ટ્રાફિક બ્રિગેડમાં 9000 સભ્યોની સેવા લેવામાં આવી રહી છે. જેમાંથી 1100 સભ્યો 10 વર્ષથી વધુ સમયથી, 3000 સભ્યો 5 વર્ષથી વધુ સમયથી અને 2300 સભ્યો 3 વર્ષથી વધુ સમયની સેવા પૂર્ણ કરી છે. આદેશમાં આગળ કહેવાયું છે કે, એક જ વ્યક્તિ લાંબા સમયથી ટ્રાફિક બ્રિગેડના સભ્ય તરીકે ફરજ બજાવે તે વહીવટી દ્રષ્ટિએ યોગ્ય અને ઈચ્છનીય નથી.’ આમ 6400 TRB જવાનોને માર્ચ 2024 સુધીમાં ફરજમાંથી મુક્ત કરવામાં આવશે અને ખાલી પડતી જગ્યાઓ ભરવામાં આવશે.

કયા TRB જવાનોને છૂટા કરવામાં આવશે?

10 વર્ષ થયા છે એવા 1100 જવાનોને 30-11-2023 સુધીમાં છૂટા કરવા આદેશ અપાયો છે.

ADVERTISEMENT

5 વર્ષ પુર્ણ થયા છે તેવા 3000 જવાનોને 31-12-2023 સુધીમાં છૂટા કરવા આદેશ અપાયો છે.

3 વર્ષ થયા છે તેવા 2300 જવાનોને માર્ચ 2024માં છૂટા કરવા આદેશ અપાયો છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT