અમદાવાદમાં બનશે ગગનચૂંબી ઈમારતો, 35થી 37 માળના 7 નવા પ્રોજેક્ટ્સને મળી મંજૂરી
Ahmedabad News: અમદાવાદમાં 35થી 37 માળની ગગનચૂંબી ઈમારતો બનશે. રાજ્યમાં હાલ 100 મીટરથી વધુની ઊંચાઈ ધરાવતી 15 હાઈરાઈઝ બિલ્ડિંગને મંજૂરી મળી હતી. જે બાદ વધુ…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદમાં 35થી 37 માળની ગગનચૂંબી ઈમારતો બનશે. રાજ્યમાં હાલ 100 મીટરથી વધુની ઊંચાઈ ધરાવતી 15 હાઈરાઈઝ બિલ્ડિંગને મંજૂરી મળી હતી. જે બાદ વધુ 7 નવી બિલ્ડિંગને મંજૂરી મળી છે. આ 7માંથી 5 બિલ્ડિંગ AMCની હદમાં છે તો એક AUDA અને અન્ય બિલ્ડીંગ ગાંધીનગરની હદમાં બનશે. રૂપિયા 4000 કરોડથી વધુના આ પ્રોજેક્ટસ માટે શુક્રવારે પ્રી-વાઈબ્રન્ટ સમિટીમાં MoU કરવામાં આવશે.
કયા વિસ્તારમાં બનશે ગગનચુંબી ઈમારતો?
અમદાવાદની હદમાં બનનારી આ ગગનચૂંબી ઈમારતોમાં ગોતામાં અતિથિ ગોકુલ બિલ્ડિંગ 35માળની હશે. તો શેલામાં રિવેરા મેજેસ્ટિકમાં 25 માળ, વૈષ્ણોદેવી સર્કલે ટ્રોગોન ટ્વિન ટાવરમાં 32 માળ, બોડકદેવમાં મારુત 360માં 35 માળ, નિરમા યુનિ. પાસે બ્રિલિયામાં 32 માળ, સોલામાં ઋષિકેશ હાર્મનીમાં 31 માળ અને થલતેજમાં ધી સોવરિનમાં 37 માળ હશે. આ તમામ પ્રોજેક્ટ્સ અંદાજે 4038 કરોડની કિંમતના છે.
ગુજરાતમાં અત્યાર સુધી 23 હાઈ રાઈઝ બિલ્ડિંગને મંજૂરી
અત્યાર સુધી ગુજરાતમાં 100 મીટરથી વધુ ઊંચાઈની 23 ઈમારતોને મંજૂરી મળી ગઈ છે. જેમાંથી અમદાવાદ શહેરમાં 18 બિલ્ડિંગ હશે અને ઔડા વિસ્તારમાં 2 છે. સુરત, ગાંધીનગર તથા વડોદરામાં 1-1 પ્રોજેક્ટ્સ હશે. આમ ગુજરાતમાં પણ દુબઈ-સિંગાપોર જેવી ગગનચુંબી ઈમારતો આગામી સમયમાં જોવા મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT