અમદાવાદમાં 12 કલાકમાં વધુ એક અકસ્માત, થલતેજ અંડરપાસમાં સ્વિફ્ટ કારનો ભુક્કો બોલી ગયો
અમદાવાદ: શહેરના રસ્તાઓ હવે જીવલેણ બની રહ્યા છે. છાસવારે શહેરમાં અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. તેમાં પણ શહેરના સૌથી વ્યસ્ત એવા એસ.જી હાઈવે પર…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના રસ્તાઓ હવે જીવલેણ બની રહ્યા છે. છાસવારે શહેરમાં અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. તેમાં પણ શહેરના સૌથી વ્યસ્ત એવા એસ.જી હાઈવે પર અકસ્માત અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે એસ.જી હાઈવે પર થલતેજ અંડરપાસમાં કારનો અકસ્માત થયો હતો. જેમાં સ્વીફ્ટ કારના આગળ બોનેટને મોટું નુકસાન થયું હતું. હાઈવે પર અકસ્માતને પગલે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
અકસ્માત બાદ એસ.જી હાઈવે પર ભારે ટ્રાફિક જામ
સ્વિફ્ટ કારના અકસ્માત બાદ એસ.જી હાઈવે પર ઝાયડસ ચાર રસ્તાથી પકવાન તરફ જતા રસ્તા પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતા જ ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કારને હટાવીને ટ્રાફિક ક્લિયર કરવાની કવાયત હાથ ધરી હતી.
ગઈકાલે રાત્રે BMW કારનો અકસ્માત થયો
નોંધનીય છે કે, ગઈકાલે મોડી રાત્રે પણ માણેકબાગ નજીક નશામાં ધૂત નબીરાએ BMW કાર હંકારીને અકસ્માત સર્જી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. રાત્રે 1 વાગ્યે કાર ચાલક આંબાવાડી પોસ્ટ ઓફિસ પાસે જઈ રહ્યો હતો, અને સર્પાકાર રીતે કાર હંકારી રહ્યો હતો, જેથી સ્થાનિકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે રોકાયો નહીં અને ફૂટપાથ સાથે કાર ટકરાઈ હતી. જે બાદ સેટેલાઈટ પોલીસ કાર ચાલકનો પીછો કરીને માણેકબાગથી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કાર ચાલક કમલેશ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT