અમદાવાદમાં ટાયર કિલર બમ્પ ફેલ, હવે રોંગ સાઈડથી જતા ચાલકોને રોકવા AMCએ નવો પ્લાન બનાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ દ્વારા ટ્રાફિકની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં રોંગ સાઈડથી આવતા લોકોને રોકવા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ચાણક્યપુરી વિસ્તારમાં તાજેતરમાં રોંગ સાઈડથી લોકોને જતા રોકવા ટાયર કિલર બમ્પ લગાવ્યા છે. જોકે તેમ છતાં લોકો બેફિકર થઈને આ ટાયર કિલર બમ્પ કુદાવી રોંગ સાઈડમાં જઈ રહ્યા છે, ખાસ તો ટાયરને પણ કોઈ નુકસાન થઈ રહ્યું નથી. આખો પ્લાન ફેલ થઈ જતા હવે AMC દ્વારા આવી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે.

શહેરમાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને રોકવા માટે ટાયર કિલર બમ્પનો પ્લાન ફેલ થઈ ગયો છે. ચાણક્યપુરીમાંથી વાહન ચાલકો બમ્પ કુદાવીને જઈ રહ્યા છે. ત્યારે કોર્પોરેશન દ્વારા આવા ચાલકોને દંડવા માટે સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવશે. જે બાદ કેમેરામાં કેદ થનારા ચાલકોને દંડ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ, શહેરમાં 23 જેટલા સ્થળોએ આવા ટાયર કિલર બમ્પ મૂકવામાં આવશે. ત્યારે જો નિયમનો ભંગ કરીને રોંગ સાઈડમાં જનારા લોકો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઈસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટના બાદ ટ્રાફિક પોલીસ સક્રિય થઈ છે. એક મહિનાની ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક નિયમનો ભંગ કરનારા લોકોને દંડવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે સીસીટીવી કેમેરા લાગ્યા બાદ શું લોકો ટ્રાફિક નિયમનું પાલન કરતા થશે કે પછી ફરી ઉલ્લંઘન કરવાનું ચાલું રાખશે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT