Ahmedabad News: ‘90% અમદાવાદ રખડતા ઢોરની સમસ્યાથી મુક્ત’, હાઈકોર્ટમાં AMCએ રજૂ કર્યું સોગંદનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની છે. હાઈકોર્ટ દ્વારા આ અંગે AMC, પોલીસ અને સરકારની પાછલા મહિને ઝાટકણી કાઢીને કડક કાર્યવાહી કરવા પણ આદેશ કરાયા હતા. જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટમાં 5979 પાનાનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં દાવો કરાયો હતો કે, શહેરમાં 90 ટકા રસ્તાઓ રખડતા ઢોરથી મુક્ત થઈ ગયા છે. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે 27 ઓક્ટોબરે રોડ પર ફરતા રખડતા ઢોરની સમસ્યાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

હાઈકોર્ટમાં ડે. મ્યુનિ. કમિશનર મિહીર પટેલે ફાઈલ કરેલા એફિડેવિટમાં કહ્યું છે કે, જુલાઈથી ઓગસ્ટ વચ્ચે 2632 ઢોર પકડવામાં આવ્યા તેની સરખામણીમાં, 1 સપ્ટેમ્બરથી લઈને 5 સપ્ટેમ્બર સુધીમાં 6698 રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. ઢોર માલિકો જેમની પાસે શહેરમાં ઢોર રાખવાની જગ્યા નથી, તેમને શહેરની બહાર ઢોર ખસેડવા સમજાવાયા છે. પરિણામે છેલ્લા 10 દિવસમાં ઢોર માલિકો દ્વારા 14585થી વધુ ઢોરને સ્વેચ્છાએ શહેરથી બહાર ખસેડ્યા છે.

સોંગદનામામાં વધુમાં કહેવાયું કે, રખડતા ઢોરની સમસ્યા માત્ર ઢોર માલિકોની વિચારસરણી બદલીને જ ઉકેલી શકાય છે અને આ હેતુસર 2023ની કેટલ પોલિસી પર તેમને જાગૃત કરવા 56 IEC સભ્યોની ટીમ ઉતારી છે, જે તમને આ અંગે જાગૃત કરશે. પાછલા 10 દિવસમાં AMC દ્વારા ઢોર પકડનારી ટીમ અને ઢોર માલિકો વચ્ચે ઘર્ષણના બનાવમાં 13 ફરિયાદો નોંધવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT