અમદાવાદમાં બેફામ દોડતા AMCના ડમ્પરે 6 વાહનોને અડફેટે લીધા, પબ્લિકે પોલીસ સામે ચાલકને માર માર્યો
Ahmedabad Accident: અમદાવાદના જશોદાનગર ચાર રસ્તા પાસે AMCના ડમ્બરે અકસ્માત સર્જતા એક બાદ એક 6 વાહનોને અડફેટે લીધા હતા. માતેલા સાંઢની જેમ રોડ પર બેફામ…
ADVERTISEMENT
Ahmedabad Accident: અમદાવાદના જશોદાનગર ચાર રસ્તા પાસે AMCના ડમ્બરે અકસ્માત સર્જતા એક બાદ એક 6 વાહનોને અડફેટે લીધા હતા. માતેલા સાંઢની જેમ રોડ પર બેફામ દોડી રહેલા બમ્પરે અકસ્માત સર્જતા એક મહિલા સહિત 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ભાગવા જતા ડમ્પર ચાલકને લોકોએ ઝડપીને પોલીસે સોંપ્યો હતો અને પોલીસ સામે જ ટપલી દાવ કરી નાખ્યો હતો.
ડમ્પરે વાહનોને 100 ફૂટ સુધી ઢસડ્યા
વિગતો મુજબ, અમદાવાદના જશોદાનગર ચાર રસ્તા પાસે કેડિલો ઓવરબ્રિજના છેડે ઉતરતા 6 વાહનોને AMCના ડમ્પરે અડફેટે લીધા હતા. બે કાર અને રીક્ષા સહિત 3 બાઈકને ડમ્પરે અટફેડે લેતા 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં એક મહિલાનો હાથ કચડાઈ ગયો હતો. ડમ્પર ચાલકે વાહનોને 100 ફૂટ સુધી ઢસડ્યા હતા. લોકોએ બુમો પાડીને તેને રોક્યો હતો.
ADVERTISEMENT
પોલીસની સામે જ ચાલકની ધોલાઈ
અકસ્માત બાદ લોકોએ ડમ્પર પર પથ્થરમારો કર્યો હતો. ટોળામાંથી ડમ્પર ચાલક નાસવા જાય એ પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત 1 વ્યક્તિની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસની સામે જ ડમ્પર ચાલકને માર માર્યો હતો.
(અતુલ તિવારી, અમદાવાદ)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT