Ahmedabad News: AMCના ક્લાસ-2 અધિકારી પાસે આવક કરતા 306 ટકા વધુ અપ્રમાણસર સંપત્તિ મળી

ADVERTISEMENT

AMC Office Image
AMC Office Image
social share
google news
  • મ્યુનિ.ના વોર્ડ ઈન્સ્પેક્ટર પાસેથી ACBને 2.75 કરોડની સંપત્તિ મળી આવી.
  • શાહપુર વોર્ડમાં વોર્ડ ઈન્સ્પેક્ટર તરીકે સુનિલ રાણા ફરજ બજાવી રહ્યા હતા.
  • વોર્ડ ઈન્સ્પેક્ટરે પત્નીના નામે 2 અને પુત્રીના નામે 1 મકાન ખરીદ્યું હતું.

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાહપુર વોર્ડના ઈન્સ્પેક્ટર સુનિલ રાણા વિરુદ્ધ ACBએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. 2010થી 2020 સુધી 10 વર્ષના સમયમાં તેમની પગારની આવક 65 લાખની સામે તેમણે 2.75 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતો વસાવી હતી. આમ તેમની આવક 306 ટકા વધારે હતી. જેને લઈને તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

પત્ની અને પુત્રીના નામે 3 મકાન ખરીદ્યા હતા

વિગતો મુજબ, સુનિલ રાણા મ્યુનિ. કોર્પોરેશનમાં વોર્ડ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. વોર્ડ ઈન્સ્પેક્ટરની ફરજ વોર્ડમાં થતા ગેરકાયદેસર બાંધકામો અટકાવવા તથા મ્યુનિ.ના પ્લોટમાં દબાણ થતા રોકવાનું હોય છે. ACBને બાતમી મળી હતી કે સુનિલ રાણાએ 2010થી 2020 સુધીના 10 વર્ષમાં પત્નીના નામે 2 અને પુત્રીના નામે 1 મકાન ખરીદ્યું હતું. જેના આધારે તપાસ શરૂ કરાઈ હતી. ત્યારે સુનિલ કુમાર પાસેથી ગાંધીનગરના સુઘડ ગામમાં તથા વૈષ્ણોદેવી સર્કલે પત્નીના નામના બે ફ્લેટ મળ્યા હતા. તો ખાડિયા માણેકચોકમાં દીકરીના નામનું એક મકાન મળ્યું હતું. આ સાથે 1.50 કરોડની ફિક્સ ડિપોઝિટ મળી આવી હતી.

આવક કરતા 306 ટકા વધારે સંપત્તિ મળી

ખાસ છે કે 10 વર્ષના સમયગાળામાં સુનિલ કુમારની પગારની આવક 65 લાખ રૂપિયા થતી હતી. જ્યારે તેમની પાસેથી 3 મકાનો સહિત 1.50 કરોડની ફિક્સ ડિપોઝિટ મળીને 2.75 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. તેમનો હાલનો પગાર માસિક 82 હજાર રૂપિયા છે. આમ આવક કરતા 306 ટકા વધારે સંપત્તિ મળી આવતા તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાતા લાંચિયા સરકારી અધિકારીઓમાં ફફડાટ મચી ગયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT