અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ માટે ટિકિટ સહિત હોટલમાં રોકાવાનું રૂ. 2.48 લાખ સુધીનું પેકેજ
Ahmedabad News: ICC ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન આ વખતે ભારતમાં કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે ભારત અને પાકિસ્તાન મેચની જેમ…
ADVERTISEMENT
Ahmedabad News: ICC ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન આ વખતે ભારતમાં કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે ભારત અને પાકિસ્તાન મેચની જેમ આ ફાઈનલ મેચ જોવા માટે પણ ક્રિકેટ રસીકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. 19 નવેમ્બરે રમાનારી ફાઈનલ મેચ માટે શહેરની હોટલોમાં મેચની ટિકિટ સાથેના પેકેજ ઓફર કરવામાં આવી રહ્યા છે.
ઓનલાઈન મળી રહ્યા છે ફાઈનલ મેચના પેકેજ
વર્લ્ડકપ સાથે જોડાયેલી કંપની ઈબિક્સ સ્પોર્ટ્સ દ્વારા પેકેજ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં શહેરની 3 હોટલમાં 2 નાઈટના સ્ટેની સાથે મેચની ટિકિટ પણ આપવામાં આવી રહી છે. જેમાં કોર્ટયાર્ડ મેરિયટ હોટલમાં પેકેજની પ્રાઈઝ 2450 ગ્રેટ બ્રિટન પાઉન્ડ રખાઈ છે, ભારતીય રૂપિયામાં તેનું મૂલ્ય 2.48 લાખનું થાય છે. આ પછી ફોર પોઈન્ટ્સ બી શેરોટોનમાં 2150 પાઉન્ડનું પેકેજ છે. જેની ભારતીય રૂપિયામાં કિંમત 2.18 લાખ રૂપિયા છે. જ્યારે સૌથી સસ્તું પેકેજ રાણીપમાં આવેલી રિજેન્ટા ઈનનું 1050 પાઉન્ડ છે. જેની ભારતીય રૂપિયામાં કિંમત 1.06 લાખ થાય છે.
ADVERTISEMENT
2.48 લાખના પેકેજમાં શું મળશે?
આ પેકેજમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બ્લોક M અને Nની ટિકિટ આપવામાં આવશે. આ ટિકિટ રૂ.4000ના મૂલ્યની હશે. સાથે 2 રાત્રિનું રોકાણ હોટલમાં બફેટ બ્રેકફાસ્ટ સાથે આપવામાં આવશે. ખાસ છે કે વર્લ્ડકપની મેચ જોવા માટે દેશ જ નહીં વિદેશમાંથી પણ ઘણા ક્રિકેટ ફેન્સ આવતા હોય છે. એવામાં હોટલ પોતાની રીતે રહેવા તથા ટિકિટ સહિતના પેકેજ ઓફર કરી રહી છે.
વર્લ્ડકપની ફાઈનલ મેચની ટિકિટનું વેચાણ તબક્કાવાર રીતે કરવામાં આવશે. જોકે અમુક સંખ્યામાં ઓનલાઈન ટિકિટો વેચવામાં આવશે. ટિકિટનું ઓફલાઈન વેચાણ નહીં કરવામાં આવે. આ પહેલા ભારત અને પાકિસ્તાન મેચમાં ઘણા લોકો નકલી ટિકિટના કૌભાંડનો ભોગ બન્યા હતા, એવામાં આ વખતે ટિકિટ ખરીદતા લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT