અમદાવાદમાં આંગણવાડીમાં મહિલા હેલ્પરનું હાર્ટ એટેકથી મોત, CPR આપવા છતાં જીવ ન બચ્યો
Ahmedabad News: રાજ્યમાં અચાનક હાર્ટ એટેકના વધતા બનાવોથી લોકો ચિંતિત છે. અત્યાર સુધી યુવાનોમાં હાર્ટ એટેકના મામલાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે અમદાવાદમાં મહિલાનું…
ADVERTISEMENT
Ahmedabad News: રાજ્યમાં અચાનક હાર્ટ એટેકના વધતા બનાવોથી લોકો ચિંતિત છે. અત્યાર સુધી યુવાનોમાં હાર્ટ એટેકના મામલાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે અમદાવાદમાં મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની વિગતો સામે આવી રહી છે. મધ્યાહન ભોજનમાં બાળકોને ભોજન પીરસવાનું કામ કરતા મહિલા સ્કૂલમાં અચાનક ઢળી પડતા 108ને જાણ કરવામાં આવી હતી. જે બાદ મહિલાને CPR આપવામાં આવ્યો હતો, છતાં તેનો જીવ બચી શક્યો નહોતો.
આંગણવાડીમાં હેલ્પરનું કામ કરતા મહિલાને હાર્ટ એટેક
વિગતો મુજબ, અમદાવાદના વિવેકાનંદનગરમાં આવેલી આંગણવાડીમાં 60 વર્ષના મહિલા હેલ્પર બાળકોને ભોજન પીરસવાનું કામ કરતા હતા. શુક્રવારે સવાર તેઓ શાળામાં હાજર હતા ત્યારે જ તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને હાર્ટ એટેક આવતા તેમનું મોત થઈ ગયું હતું. અચાનત તેઓ ઢળી પડતા સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. જે બાદ 108ને જાણ કરવામાં આવતા મેડિકલ સ્ટાફ ત્યાં પહોંચ્યો અને મહિલાને CPR આપીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.
ગઈકાલે સુરતમાં યુવકને હાર્ટ એટેક આવ્યો હતો
ખાસ છે કે, ગઈકાલે સુરતમાં પણ ગરબા રમ્યા બાદ ખુરશીમાં બેસતા જ યુવકને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો. 26 વર્ષના યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવક નવરાત્રિ બાદ અભ્યાસ માટે લંડન જવાનો હતો, જોકે આ પહેલા જ તેનું મોત થઈ જતા પરિજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT