અમદાવાદમાં સસરાએ સંબંધો લજવ્યા, વહુને બોલાવીને કહ્યું- મારી પાસે રાતનું સુખ નથી, તું મને આપીશ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: અમદાવાદ શહેરમાં સસરા અને વહુના સંબંધને શર્મસાર કરતો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં સસરાએ જ પુત્રવધુને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું અને પુત્રવધુ ઘરે એકલી હતી ત્યારે તેની પાસે શરીર સુખની અભદ્ર માગણી કરી હતી. પતિએ પણ પિતાનો સાથ આપતા મહિલાએ પતિ તથા સાસુ-સસરા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદની યુવતીના મહેસાણાના યુવક સાથે લગ્ન થયા હતા

વિગતો મુજબ, વાસણાની 24 વર્ષની યુવતીના ફેબ્રુઆરીમાં મહેસાણાના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની બહાર જવાના હતા ત્યારે સસરાએ પણ સાથે જવાનું કહ્યું. પતિ અને પત્ની રૂમમાં હોય ત્યારે સસરા દરવાજો ખખડાવીને હેરાન કરતા. જ્યારે યુવતી પતિને આ અંગે ફરિયાદ કરે તો તે કહેતો પિતા છે, એમાં શું થઈ ગયું. બાદમાં સસરાએ પુત્રવધુનું દીકરા સાથે ફરવા જવાનું બંધ કરાવી દીધું.

ઘરમાં એકલી રહેલી વહુ પાસે સસરાની બિભત્સ માગણી

એક દિવસે યુવતી ઘરે હતી ત્યારે સસરાએ તેને બોલાવીને કહ્યું, મારી પાસે બધા સુખ છે, પરંતુ રાતનું સુખ નથી. મારી પત્ની મને તે આપી શકતી નથી. તું મને તે સુખ આપી શકીશ? બાદમાં યુવતી ડરીને રૂમમાં જતી રહી. બાદમાં સસરાએ તેને ધમકી આપી આ વાત કોઈને કરીશ તો હું કેનાલમાં પડીને આપઘાત કરી લઈશ. બાદમાં યુવતીએ સાસુને જાણ કરતા તેમણે પણ કહ્યું, અત્યાર સુધી મેં સહન કર્યું હવે તું કર. પતિને ફરિયાદ કરતા તે પત્નીને પિયર મુકી આવ્યો અને 6 મહિના સુધી લેવા ન આવ્યો. આથી આખરે યુવતીને પિયરમાં જાણ કરતા બાદમાં મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT