અમદાવાદમાં શિવરંજની બ્રિજ પાસે બેફામ બસ ચાલકે બાઈકને ટક્કર મારી, ફિઆન્સે સાથે જતી યુવતીનું મોત
Ahmedabad News: અમદાવાદમાં શિવરંજની બ્રિજ પાસે બેફામ બસ ચાલકે એક બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર યુવક અને યુવતી નીચે પટકાયા હતા. દરમિયાન…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદમાં શિવરંજની બ્રિજ પાસે બેફામ બસ ચાલકે એક બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર યુવક અને યુવતી નીચે પટકાયા હતા. દરમિયાન બસનું ટાયર ફરી વળતા યુવતીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માત સર્જીને બસ ચાલકે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હાલમાં પ્રાપ્ત વિગતો મુજબ, બસના ચાલકને પોલીસે અટકાયત કરી લીધી છે.
બાઈક પર જતા પાછળથી બસે ટક્કર મારી
વિગતો મુજબ, અમદાવાદના શિવરંજની બ્રિજ નીચેથી એક યુવક અને યુવતી બાઈક પર બપોરે પસાર થઈ રહ્યા હતા. યુવક સિગ્નલ આવતા બાઈક ધીમું કરે છે, ત્યારે જ પાછળથી આવતી ખાનગી બસે બાઈકને ટક્કર મારી હતી. જેમાં યુવક અને યુવતી બંને રોડ પર પટકાયા હતા. એવામાં બસનું ટાયર યુવતી પરથી ફરી વળતા તેનું મોત નિપજ્યું હતું. યુવક અને યુવતીના સગાઈ થઈ હતી અને થોડા સમય બાદ જ બંનેના લગ્ન હતા. એવામાં મંગેતર સાથે બાઈક પર જતી યુવતીના મોતથી પરિજનો શોકમાં સરી પડ્યા છે.
ADVERTISEMENT
બસ ચાલકની અટકાયત
બીજી તરફ અકસ્માત સર્જીને ખાનગી બસનો ચાલક તરત ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે આખરે ટ્રાફિસ પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેની અટકાયત કરી લીધી હતી. હાલમાં પોલીસે અકસ્માતની સમગ્ર ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT