અમદાવાદ: યુવાનને આ ડેટિંગ એપ પર મળી યુવતી, હોટલમાં ગયો તો નીકળી ટ્રાન્સજેન્ડર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ માની લો કે કોઈ યુવતી સાથે હોટલના રૂમમાં જાઓ અને ખબર પડે કે તે યુવતી નથી પણ ટ્રાન્સજેન્ડર છે તો? પગ નીચેથી જમીન સરકતા વાર ના લાગે. બસ આવું જ કાંઈક અમદાવાદમાં યુવક સાથે થયું છે. હિન્જ નામની ડેટિંગ એપ્લિકેશન પર પોતાનું એકાઉન્ટ બનાવીને કોઈ સુંદર યુવતી સાથે સંબંધો બંધાશે તેવા સપના જોતા દિલ્હીથી અમદાવાદ આવેલા યુવાનને એક ચિટર ગેંગ સાથે ભટકાવાનું થયું છે.

સુરતઃ ક્રેન ચાલકે રોડની સાઈડ પર ઊભેલા પિતા-પુત્રને લીધા અડફેટે, 20 ફૂટ ઘસડાયા

અમદાવાદ પોલીસ દ્વારા એક ટ્રાન્સજેન્ડરને ઝડપી પાડવામાં આવી છે. આ યુવતીનું નામ સના છે અને તે પોતાની અન્ય એક ટ્રાન્સજેન્ડર મિત્ર મીરા સાથે રહે છે. તે અલગ અલગ શહેરોમાં ફરીને યુવકને શરીર સુખ આપવાના નામે તેને હોટલમાં બોલાવી લૂંટી લેવામાં માસ્ટર છે. આવી જ એક ઘટના અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં બની હતી. દિલ્હીથી અમદાવાદ આવેલા યુવાન પોતાની મિત્રને મળવા આવ્યો હતો. આ યુવકનો સંપર્ક મીરાએ કર્યો હતો. મીરાએ તેને એલિસબ્રિજની એપેક્સ હોટલમાં મળવા બોલાવ્યો હતો. દિલ્હીનો આ યુવક એન્જિનિયર છે અને તે અહીં આવ્યો ત્યારે તેને આ લોકોએ લૂંટી લીધો. તેની પાસેથી 9000 લૂંટી તેનું લેપટોપ પણ પડાવી લીધું. મામલો પોલીસ મથકે પહોંચ્યો અને પોલીસે તપાસ કરી તો સના ઝડપાઈ ગઈ જ્યારે અન્ય એક ફરાર છે.

ADVERTISEMENT

પોલીસ સામે પણ કપડા કાઢી નાખ્યા

એલિસબ્રિજ પોલીસ જ્યારે ફરિયાદને પગલે ટ્રાન્સજેન્ડર મહિલાઓને પકડવા વસ્ત્રાપુર પહોંચી તો ત્યાં તેમણે કપડા કાઢીને પોલીસની કામગીરીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ સાથે અભદ્ર વર્તન પણ કર્યું હતું. જોકે પોલીસે પણ આ ઘટનાને પગલે ફરિયાદમાં તે સંદર્ભની કલમોનો પણ ઉમેરો કરી દીધો હતો. સ્વરૂપવાન ટ્રાન્સજેન્ડર મહિલાઓની જાળમાં ઘણા યુવાનો આવી ચુક્યા છે.

સનાની પૂછપરછ કરી તો સામે આવી ચોંકાવનારી વિગતો

એલિસબ્રિજ પોલીસે આ મામલામાં ગુનો નોંધી સનાને ઝડપી પાડી હતી. પોલીસને તેની પૂછપરછમાં જાણકારી મળી કે તે અને તેની મિત્ર અલગ અલગ શહેરોમાં ફરતા હતા અને ડેટિંગ એપ્લિકેશનનમાં યુવકોનો સંપર્ક કરીને તેમને ફસાવતા હતા. તે જ્યારે મળે ત્યારે લૂંટ ચલાવતા હતા. યુવકો બદનામીની બીકે ફરિયાદ કરતા ન્હોતા એટલે આ ટ્રાન્સજેન્ડર્સને બેફામ બનતા વાર લાગી નહીં. પોલીસે સનાના મોબાઈલની પણ તપાસ કરી તો ખબર પડી કે તેઓ આ શહેરોમાં ફ્લાઈટ દ્વારા મુસાફરી કરતા હતા. અત્યાર સુધી સંખ્યાબંધ લોકોને આ રીતે રૂપિયા ખંખેરી છેતર્યા છે. તે બંને દિલ્હીની રહેવાસી છે અને યુવતી હોવાની ઓળખ આપી આવા કારનામા કરતા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT