અમદાવાદમાં લાગ્યા ટાયર ફાડીનાખે તેવા બમ્પરઃ જાણો કેમ કર્યું AMCએ આવું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં ટ્રાફિક પોલીસ માંડ શોધે જડે છે, અમદાવાદમાં લોકો માંડ ટ્રાફિકના નિયમો ફોલો કરે છે, અમદાવાદમાં ઠેરઠેર રોડ રસ્તાની હાલત ભંગાર થતી જાય છે, હાટકેશ્વરનો તો આખો બ્રિજ તંત્ર ઓહિયા કરી ગયું છે, અમદાવાદમાં લોકો સિગ્નલ તોડે છે, સીસીટીવીના ઠેકાણાં નથી, અમદાવાદમાં રોંગ સાઈડ વાહનો ચલાવનારા વધી ગયા છે, અમદાવાદમાં ડિવાઈડરનું કોઈ મેનેજમેન્ટ નથી, નિયમો અનુસારના બંપ (સ્પીડ બ્રેકર નથી), અમદાવાદમાં લોકો દારુ પીને કે નશો કરીને પણ વાહનો ચલાવતા હોય છે, ફોન પર વાત કરતા વાહન ચલાવે છે, ટીન એજના લાયસન્સ વગરના લોકો વાહન ચલાવે છે, સ્કૂલના છોકરાઓ છોકરીઓ વાહન ચલાવે છે, અમદાવાદમાં નબીરાઓ સ્ટંટ કરે છે, અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી આપણે આવા ઘણા શબ્દો જરૂર સાંભળ્યા હશે હવે એક નવી ચર્ચાસ્પદ બાબત સામે આવી છે. જેમાં અમદાવાદમાં કોર્પોરેશને કેટલાક વિસ્તારોમાં ખીલ્લા વાળા સ્પીડ બ્રેકર્સ લગાવ્યા છે. આવું એટલે કર્યું છે કે કોઈ રોંગ સાઈડ પર જાય નહીં. અને જાય તો તેનું ટાયર ફાટી જાય.

સુરતઃ પત્રિકાકાંડમાં ક્રાઈમ બ્રાચે ત્રણ આરોપીઓને ઝડપ્યા

ટ્રાફિકના નિયમના પાલનની શરૂઆત આપણાથી

અમદાવાદમાં હાલમાં થયેલા તથ્ય પટેલના જેગુઆર કાંડ પછી લોકોમાં ટ્રાફિકના નિયમો અને તેના પાલનને લઈને પોલીસ સામે કડકાઈની માગ ઉઠી રહી છે. જોકે તેમાંથી પોતે કેટલા નિયમો પાડે છે તે પોતે જ જાણતા હોતા નથી અને જાણે છે છતા તેને અવગણવાના. પોતાનું સંતાન શાળાએ બિન્દાસ્ત એક્ટિવા લઈને જઈ શકે પણ બીજા કોઈનુ જાય તો તકલીફો પડતી હોય છે પણ અહીં વિચારવા જેવું છે કે કોઈ પણ ક્રાંતિની શરૂઆત પોતાનાથી થાય છે. બસ અહીં પણ ટ્રાફિકના નિયમો તો આખરે આપણે જ પાડવાના છે તો આણાથી જ શરૂઆત થવી જોઈએ. હાલમાં ટ્રાફિકના નિયમો પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં સરળ ટ્રાફિક પરિવહન માટે રોડ સાઈડ માર્કિંગ, રોડ સાઈન્સ, રોંગ સાઈડ વાહન અટકાવવા કિલર બંપ (સ્પીડ બ્રેકર) મુક્યા છે.

હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જે ચાણક્યપુરી બ્રિજનો છે. જ્યાં સર્વિસ રોડ પર આ બમ્પ મુકવામાં આવ્યા છે. સ્પીડ બ્રેકર એવા અણીદાર છે કે તે રોંગ સાઈડમાંથી આવનાર વાહનના ટાયર ફાડી નાખશે. જ્યારે રાઈટ સાઈડથી જતા વાહનને કશું નહીં થાય તેવો દાવો તંત્રનો છે. કોર્પોરેશનની આ કામગીરીને ઘણા લોકોએ સરાહના કરી છે તો ઘણા આ કામગીરીને લઈને વાંધા પણ ઉઠાવી રહ્યા ચે. જોકે આગામી સમય દરમિયાન આ બમ્પ કેટલા હિતાવહ છે તેની સત્યતા પણ સામે આવી જશે. હાલ આ સ્પીડ બ્રેકર લગાવાયા છે ત્યાં સુધી રાખીએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT