અમદાવાદમાં લાંચિયો કર્મચારી ઝડપાયો, સબ રજિસ્ટ્રાર દસ્તાવેજ કરવા 1.50 લેતા રંગેહાથ ઝડપાયો
અમદાવાદ: વેજલપુરમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર વર્ગ-3ના કર્મચારીએ સોસાયટીના દસ્તાવેજ કરી આપવા માટે રૂ.1.50 લાખની લાંચની માગણી કરી હતી. જોકે ફરિયાદીએ લાંચની રકમ આપવી…
ADVERTISEMENT
અમદાવાદ: વેજલપુરમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર વર્ગ-3ના કર્મચારીએ સોસાયટીના દસ્તાવેજ કરી આપવા માટે રૂ.1.50 લાખની લાંચની માગણી કરી હતી. જોકે ફરિયાદીએ લાંચની રકમ આપવી ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. જે બાદ ACBએ છટકું ગોઠવીને લાંચિયા કર્મચારીને 1.50 લાખ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.
વિગતો મુજબ, વેજલપુરમાં આવેલી રજિસ્ટ્રાર કચેરીમાં સોસાયટીના દસ્તાવેજ કરાવવા માટે ફરિયાદી ગયા હતા. ત્યારે વર્ગ-3ના સબ રજિસ્ટ્રાર તુલસીદાસ મારકણાએ એક મકાનનો દસ્તાવેજ બનાવી આપવા માટે રૂ.5 હજાર એમ 30 મકાનના 1.50 લાખ માગ્યા હતા. જે બાદ ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમને આ અંગે જાણ કરી હતી. બાદમાં શનિવારે ફરિયાદી પૈસા લઈને સબ રજિસ્ટ્રાર ઓફિસમાં પહોંચ્યા હતા.
આ દરમિયાન તુલસી દાસ 1.50 લાખ લાંચના રૂપિયા લેતા હતા ત્યારે જ છટકું ગોઠવીને તેમને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. સબરજિસ્ટ્રાર કચેરીમા ACBની રેડથી દોડધામ મચી ગઈ હતી. ત્યારે હવે ACB દ્વારા આ સંપૂર્ણ લાંચની રકમ તુલસીદાસે પોતે માગી હતી કે તેમાંથી અધિકારીનો કોઈ હિસ્સો હતો તેની તપાસ શરૂ કરાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT