‘પુખ્ત સ્ત્રી લગ્નની લાલચે સંમતિથી શારીરિક સંબંધ બાંધે તો તે દુષ્કર્મ ન કહેવાય’, કેનેડાના યુવકને કોર્ટે આપ્યા જામીન

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: મેટ્રોમોનિયલ સાઈટ પરથી અજાણી મહિલાના સંપર્કમાં આવવાનું યુવકને ભારે પડ્યું હતું. કેનેડાનું નાગરિકત્વ ધરાવતો યુવકનો મહિલાએ સામેથી સંપર્ક કર્યો હતો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. બાદમાં યુવક અમદાવાદ આવતા મહિલા અને યુવક બંનેની મુલાકાત થઈ અને તેઓ ઘણીવાર હોટલમાં જતા હતા. જ્યાં તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. જોકે યુવક પરિણીત હોવાનું સામે આવ્યા બાદ લગ્ન કરવાથી ઈનકાર કરતા મહિલાએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

યુવકે જામીન માટે કોર્ટમાં શું દલીલ કરી?

પોલીસે ધરપકડ કર્યા બાદ યુવકે અમદાવાદ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી અને રજૂઆત કરી હતી કે, મહિલાએ સામેથી જ સંપર્ક કર્યો હતો અને તેની મરજીથી બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. ઉપરાંત મહિલા પોતે ડિવોર્સી હોવાની વાત પણ છુપાવી હતી. કોર્ટે કેનેડિયન યુવકના જામીન મંજૂર કરીને નોંધ્યું કે, મહિલા પુખ્ત વયની છે અને ડિવોર્સી હોવાથી લગ્નની લાલચ આપીને સંબંધ બાંધ્યા તેવી દલીલ ગ્રાહ્ય રાખી શકાય નહીં, આ માટે દુષ્કર્મ શબ્દ વાપરી શકાય નહીં.

શું હતો સમગ્ર મામલો?

હકીકતમાં 35 વર્ષની ડિવોર્સી મહિલાએ એપ્રિલ 2022માં મેટ્રોમોનિયલ સાઈટ પરથી કેનેડાનું નાગરિકત્વ ધરાવતા યુવકનો સંપર્ક કર્યો હતો. જે બાદ બંને વચ્ચે મોબાઈલમાં વાતો શરૂ થઈ હતી. આ બાદ યુવક અમદાવાદ તેના માતા-પિતાને મળવા આવ્યો હતો. દરમિયાન મહિલા ઘણીવાર તેની સાથે મરજીથી જતી અને બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. આ બાદ યુવકને જાણ થઈ કે મહિલા ડિવોર્સી છે, બીજી તરફ મહિલાને પણ જાણ થઈ કે યુવક પરિણીત છે. જોકે યુવકે જ્યારે તેની સાથે લગ્ન કરવાથી ઈનકાર કર્યો ત્યારે, મહિલાએ યુવક પર આરોપ લગાવ્યો હતો કે તેણે હોટલમાં લઈ જઈને અનેકવાર દુષ્કર્મ આચર્યું અને પછી લગ્ન કરવાથી ઈનકાર કરી દીધો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT